Vahanvati Maa Ni Aarti | Vahanvati Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
Автор: Meshwa Lyrical
Загружено: 2022-11-30
Просмотров: 772141
@meshwaLyrical
Presenting : Vahanvati Maa Ni Aarti | Vahanvati Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
#vahanvati #sikotar #aarti #lyrical
Audio Song : Vahanvati Maa Ni Aarti
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Vahanvati Maa
Festival : Navratri
Label :Meshwa Electronics
ૐ જય જય વહાણવટી માઁ, જય જય વહાણવટી માઁ
નિશ દિન ગાઉ માઁ આરતી, દુઃખડા હરજો માઁ
ૐ જય જય વહાણવટી માઁ
રાલજ દરીયા કાંઠે માઁ, તારું મંદિર રૂડું સોહાય
માઁ મંદિર રૂડું સોહાય
સોના શીખર લાલ ધજાયુ, આભે માઁ લહેરાય
ૐ જય જય વહાણવટી માઁ
ઘડીયા ધામે બિરાજી માડી, ગરબાગઢ સોહાય
માઁ ગરબાગઢ સોહાય
આવતા ભક્તો તારા દર્શને, હૈયુ ખુબ હરખાય
ૐ જય જય વહાણવટી માઁ
જગડુશાનું માઁ વહાણ તે તાર્યુ, મધદરીયા મોઝાર
માઁ મધદરીયા મોઝાર
વહાણવટી નામ પડ્યુ માઁ, મહિમા અપરંપાર
ૐ જય જય વહાણવટી માઁ
પંચજયોત ની આરતી ઉતરે, ભક્તો ખુબ હરખાય
માઁ ભક્તો ખુબ હરખાય
મંગલમૂર્તિ મનોહર, શોભા તણો નહીં પાર
ૐ જય જય વહાણવટી માઁ
ઝાંઝ પખવાજ માઁ વાગતા દ્વારે, ઝાલર નો ઝણકાર
માઁ ઝાલર નો ઝણકાર
શંખ નાદ ગુંજતા દ્વારે, ઉડે અબિલ ગુલાલ
ૐ જય જય વહાણવટી માઁ
મંગલ આરતી માઁ દિવડા ઝબકે, તેજ પથરાતુ ચારેકોર
માઁ તેજ પથરાતુ ચારેકોર
વહાણવટી નો મહિમા ગાતા, પુરા થાતા કોડ
ૐ જય જય વહાણવટી માઁ
દિનદયાળી દુઃખીયાની બેલી,સૌની સુખદાતા
માઁ સૌની સુખદાતા
મહેર કરી મોટા મનથી, સુખ સઘડું દેતા
ૐ જય જય વહાણવટી માઁ
ભક્તિ કરતા ભવ દુઃખ ભાગે, સિકોતર માગ્યું આપો
માઁ સિકોતર માગ્યુ આપો
દિવડો જ્યાં માઁ નો થાતો, દુઃખડા કદી ના આવે
ૐ જય જય વહાણવટી માઁ
મંગલ રૂપ માવડી તારું, જોઈ આનંદ ઊપજે
માઁ જોઈ આનંદ ઊપજે
નિશ દિન સમરણ કરતા, હૈયુ ખુબ હરખે
ૐ જય જય વહાણવટી માઁ
વહાણવટી માઁ ની આરતી જે કોઈ, પ્રેમ થકી ગાશે
માઁ પ્રેમ થકી ગાશે
સુખ સંપત્તિ ને વૈભવ, માઁ તેને દેશે
ૐ જય જય વહાણવટી માઁ
ૐ જય જય વહાણવટી માઁ, ૐ જય જય વહાણવટી માઁ
નિશ દિન ગાઉ માઁ આરતી, દુઃખડા હરજો માઁ
ૐ જય જય વહાણવટી માઁ
ૐ જય જય વહાણવટી માઁ
ૐ જય જય વહાણવટી માઁ
ૐ જય જય વહાણવટી માઁ
ૐ જય જય વહાણવટી માઁ
બોલ શ્રી વહાણવટી માત ની જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: