Maiya Maro Manvo Huvo Bairagi l Purushottam Upadhyay l Morar Saheb l Sangeet Sudha
Автор: SANGEET SUDHA
Загружено: 2020-10-03
Просмотров: 3956
ગીત : મૈયા મારો મનવો હુવો રે બૈરાગી
કવિ : મોરાર સાહેબ
ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય
કસ્તુરીમૃગ પાગલ બની જાય છે અંદરથી ઊડતી સુવાસે . આમ તેમ ભટકે છે , થાકે છે ત્યારે ઓચિંતું જ સમજાય છે સુવાસના પ્રાગટ્યનું સ્થાન ! બસ, પછી આથડવાનું રહેતું નથી. શ્વાસ ખૂટી જાય ત્યાં સુધીનો માત્ર નિર્ભેળ આનંદ જ રહે છે. જે દ્રષ્ટિ , દ્રષ્ટાને પ્રગટ કરે તે જ ખરી દ્રષ્ટિ , અન્ય સઘળું અંધત્વ માત્ર .. ( તુષાર શુક્લ )
મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી
મારી લય તો ભજનમાં લાગી રે.........
સંસાર વેવાર મુને સરવે વિસરિયો રે
બેઠો રે સંસારિયો ત્યાગી રે............
કામ ને કાજ મુને કડવાં રે લાગે
મારા મનડાની મમતા જાગી રે...........
મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો રે
માંહી મોરલી મધુરી ધુન લાગી રે.........
રાજ મોરાર ને રવિગુરૂ મળિયા
ભગતી ચરણની માંગી રે..........
-મોરાર સાહેબ
સ્વર :પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: