Shri Navakar Mahamantra Ki Mahima
Автор: Devlok Jinalaya Palitana -Shatrunjay Tirth
Загружено: 2025-03-11
Просмотров: 2378
સમસ્ત મંત્રોમાં નવકાર મંત્ર મહાનમાં મહાન , મંત્રાધિરાજ અને ચિંતામણી સમાન છે. આ એક જ મંત્રના અક્ષરે અક્ષરે અષ્ટમહાસિદ્ધિ , નવનિધિ , 14 પૂર્વનું જ્ઞાન વગેરે સમાયેલું છે.
નવકાર મંત્ર માટે એક સ્થળે લખ્યું છે કે
આગે ચોવીસી હુઈ અનંતી ,
હોશે વાર અનંત :
નવકાર તણી કોઈ આદિ ન જાણે
એમ ભાખે અરિહંત.
અરિહંત પરમાત્મા ભાખી ગયા છે કે ભૂતકાળમાં અનંતી ચોવીસી થઈ , ભવિષ્યમાં અનંત થશે , પણ નવકારની શરૂઆત કોઈ જાણી શકતું નથી.
પ્રભુ મહાવીરના આજ્ઞાધારી સમકિત દ્રષ્ટિવાળા આત્માએ ઓછામાં ઓછી એક બાંધી માળા નવકાર મંત્રની ગણવી જ જોઈએ.
આ નવકાર મંત્રનો એકાગ્રતાથી
સર્વોત્તમ જાપ જપે તો તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે.
ને મધ્યમ જાપ જપે તો ચક્રવર્તી કે સમ્રાટ થાય.
ને સામાન્ય જાપ કરતાં રાજ્ય અને લક્ષ્મી પ્રાપ્ત થાય.
નવકારમંત્રનો જાપ અનન્ય ફલને આપનારો થાય છે . તે માટે જ કહ્યું છે કે
" જે મનુષ્યો એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવની અને સંઘની પૂજા કરે તે તીર્થંકર નામકર્મ બાંધે છે. "
' નવ લાખ જપતાં નરક નિવારે , નવ લાખ જપતાં થાય જિનવર ' આદિ સુભાષિતો પણ તેમના જાપની મહત્તા બતાવી રહ્યા છે.
નવકારમંત્રના પદોનું આલંબન પદસ્થ ધ્યાનમાં લેવાય છે. તેની મહત્તા દર્શાવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે ,
" મંત્રાક્ષરોના આ અનાદિ આ સંસિદ્ધ વર્ણોનું જે વિધિપૂર્વક ધ્યાન ધરનારા ધ્યાતાને નષ્ટાદિ વિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. "
વિશેષ શું ? નમસ્કાર મંત્ર સર્વ સિદ્ધિઓને આપનાર છે. તે માટે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે ,
" ચિત્તથી ચિંતવેલું , વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિને - નમસ્કારને સાંભરવામાં આવ્યો નથી. "
શ્રી નમસ્કાર બૃહત્ ફલમાં તો ત્યાં સુધી જણાવ્યું છે કે ,
" લાંબા કાળ સુધી તપને તપ્યાં , ચારિત્રને પાળ્યાં , તથા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો , પણ
' નમસ્કારને વિશે રતિ ન થઈ ' તો તે સઘળું નિષ્ફળ ગયું જાણવું. "
નમસ્કાર મંત્ર પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ છે. તેની રચના અર્થથી શ્રી તીર્થંકર દેવોએ અને સૂત્રથી ગણધર ભગવંતોએ કરેલી છે.
ચાલો આપણે પણ શ્રી નવકાર મહામંત્રનો જાપ કરીએ અને આ ભવસાગર તરી જઈએ.
#navakar #jainmantra #jain #jaintirth
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: