ગીરના બે હેન્ડસમ સિંહોના કેવી રીતે મૃત્યુ થયા?કેવી રીતે જય અને વીરુએ દમ તોડ્યો
Автор: JAYESH THAKRAR OFFICIAL
Загружено: 2025-07-31
Просмотров: 5855
ગિરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા. પહેલા વીરુ (11 જૂન), ત્યાર બાદ મહિનો ન થતાં જય (જુલાઈ 29)ના અવસાન સાથે ગીરની આ અજોડ જોડી વીખરાઈ ગઈ છે. વન વિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકો તેમજ વનતારાની ટીમના અથાગ પ્રયાસો છતાં જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં. ગીરમાં એવું કહેવાતું કે "गिर में जय-वीरु को नहीं देखा तो कुछ नहीं देखा". ત્યારે હવે બન્ને મિત્રોનાં મોતથી ગીર સહિત ગુજરાતભરમાં ગમનો માહોલ છવાયો છે.
'જય' અને 'વીરુ' બંનેનો જન્મ લગભગ 2009-10 દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. બંને ભાઈઓએ સાથે મળીને દોઢ દાયકાથી વધુ સમયથી જૂનાગઢ રેન્જના અલગ અલગ વિસ્તારોમાં પોતાનું ટેરિટરી વિકસાવ્યું હતું. બંને વચ્ચેનો સહકાર એવો હતો કે મોટા સિંહો વચ્ચે શાસન માટે થતી અથડામણોની સામે બંને એકબીજાની રક્ષા કરતા. વન વિભાગના અધિકારીઓથી લઈને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, પ્રવાસીઓ, સ્થાનિક માલધારીઓ અને ચારણોમાં પણ આ જોડી ખૂબ જ લોકપ્રિય હતી. જય-વીરુ પોતાના વિસ્તાર હલનચલન અને આગવી છતાંથી ઓળખાતા હતા.
Divya Bhaskar
'પહેલીવાર જય-વીરુને જોયા તો વિષ્ણુનો અવતાર હોય એમ લાગ્યું' 2007થી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરતાં પિન્કેશભાઈ તન્નાએ વાતચીતમાં જય-વીરુની જોડીને પહેલીવાર ક્યારે જોઈ એ અંગે વાત કરતાં જણાવ્યું, '15 ડિસેમ્બર, 2022ના રોજ ડેડકડી વિસ્તારમાં જય-વીરુને પહેલી જ વાર જોયા હતા. મેં જ્યારે આ જોડી જોઈ ત્યારે તેમનાં નામ ઓલરેડી પાડેલાં જ હતાં. સામાન્ય રીતે સિંહ જન્મ થયાનાં બે-અઢી વર્ષ બાદ પોતાની અલગ ટેરિટરી બનાવે છે. માનવામાં આવે છે કે આ બંને સિંહ માલણકા ગામ (જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલું) પાસેથી આવ્યા હોઈ શકે. જય-વીરુને પહેલી જ વાર જોયા ત્યારે એવું લાગ્યું કે તેઓ વિષ્ણુનો અવતાર નરસિંહ છે અને તેમની છટાદાર ચાલ રાજા જેવી હતી. મેં જ્યારે પહેલીવાર જોયા ત્યારે આ બંને સિંહણ સાથે મેટિંગ કરવાની તૈયારી કરતા હતા.'
'વીરુ તો કેસરી સિંહ હતો, આંખોની ચમક કહી આપતી કે એ રાજ કરશે' 'વીરુ નામ પ્રમાણે જ નીડર ને સાહસિક હતો. એની આંખમાં નીડરતા હતી ને એ વર્ચસ્વ જમાવવા આવ્યો એવી અદાથી ચાલતો. એની આંખોની ચમક જોઈને જ લાગતું કે એ આ વિસ્તારમાં આધિપત્ય જમાવવા આવ્યો છે. વીરુને ક્યારેય અન્ય સિંહોથી ડર લાગતો નહોતો. જીવનમાં એને જે પણ તકલીફ કે સમસ્યા આવી એણે નાસી જવાને બદલે કે શરણાગતિ સ્વીકારવાને બદલે સંજોગો ને પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કર્યો છે. એ અન્ય સિંહ કરતાં વધારે પ્રભાવશાળી ને દેખાવડો હતો અને ખરા અર્થમાં કેસરી સિંહ હતો. સામાન્ય રીતે સિંહોની હૂક (ગર્જના) 28થી 30 (સિંહની એકવારમાં હૂક કરવાની ક્ષમતા)ની હોય છે, પરંતુ વીરુની હૂક 32થી 35ની હતી. એ પોતાનો પાવર બતાવવા માટે લાંબી ને મોટી ગર્જના કરતો અને આ જ કારણે જંગલના અન્ય સિંહો તેના વિસ્તારમાં આવવાની હિંમત પણ કરતા નહીં.' #girnationalparkvlog #girnationalparkgujarat #lioninvillage #sasangir #gir #ગીર #wildlife #gujaratforest #lionvideo #lionhuman #girjungle #girjunglesafari #girnar #junglebook #junagadh #sorath #liongirnar #lionsafari #lioness #lionessworldrecord #sandesh #સાસણ #દેવળીયા #lionlioness #jayviru #friendshipday
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: