કાન હિંડોળે ઝૂલે છે #(નિસે લખેલું છે) હિંડોળા#
Автор: Sonal Radadiya
Загружено: 2025-06-21
Просмотров: 6088
હિંડોળો.
ચાલો જોવા જઈએ રે કાન હિંડોળે ઝૂલે છે.
જશોદા જુલાવે રે કાનુડો રે ઝૂલે છે.
ફૂલ નો હિંડોળો બાંધ્યો
રેશમ કેરી દોરી બાંધી
જશોદા જુલાવે રે કાન હીંડોળે ઝૂલે છે
ગોકુળ માંથી જશોદા આવ્યા
મહિ માખણ લેતા આવ્યા
લાલા ને ખવડાવે રે કાનુડો ઝૂલે છે
નાની મોટી ગોપી આવી
ઝબલા ટોપલા લેતી આવી
લાલા ને પહેરાવે રે કાન હીંડોળે ઝૂલે છે
ગોકુળ માથે ગોવાળિયા આવ્યા
અબિલ ગુલાલ લેતા આવ્યા
લાલા ને વધાવે રે કાના હિંડોળે ઝૂલે છે
બરસાના માંથી રાધા આવ્ય
રમકડા તો લેતા આવ્યા
લાલા ને રમાડે રે કાનુડો રે ઝૂલે છે
કૈલાશ માંથી શંકર આવ્યા
પાર્વતીને લેતા આવ્યા
ડમ ડમ ડમરૂ વગાડે રે કાન હીંડોળે જુલે સે
બ્રહ્માને સાવિત્રી આવ્યા
સાથે નારદ લેતા આવ્યા
નારદ વીણા વગાડે રે હિંડોળે ઝૂલે છે
આકાશમાંથી દેવો આવ્યા
ફૂલના ટોપલા લેતા આવ્યા
ફૂલડે વધાવે રે કા નહીં ડોળે ઝૂલે સે
પાતાળમાંથી શેષનાગ આવ્યા
નાગણીઓને લેતા આવ્યા
નાગ ઉપર નાચે રે કાન હિંડોળે ઝૂલે છે
જય શ્રી કૃષ્ણ..
હિંડોળે ઝૂલે છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: