Ram kirtan - મારા રામ અયોધ્યામાં આવે છે (લખેલુ છે)| Mara ram ayodhyama aave છે | Ramayan
Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Загружено: 2024-10-30
Просмотров: 47483
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
મારો રામ અવધમાં આવે છે રે
હનુમાન સંદેશો લાવે છે
મારો રામ અવધમાં આવે છે રે
આસોપાલવના તોરણ બાંધ્યાવ્યા છે
રૂડી રંગોળી પુરાવી છે
આંગણામા દીવડા પ્રગટાવ્યા છે
મારો રામ અવધમાં આવે છે રે
નર નારીના મનડાં હરખે છે રે
સૌ આનંદ ઉત્સવ ઉજવે છે
સૌ સાથે મળીને વધાવે છે
મારો રામ અવધમાં આવે છે રે......
રામે કૈકઈ માતાને વંદન કર્યા
પછી ભાઈ ભરતને ભેટ્યા છે
પછી કૌશલ્યા માતા ને મળ્યા છે
મારો રામ અવધમાં આવે છે રે
માતા કૌશલ્યા રામને પૂછે છે રે
તમે વનમાં જઈને શું કર્યું
તમે ચૌદ વરસ કેમ કરી પુરા કર્યા
માતા કૌશલ્યા રામને પૂછે છે રે
મારો રામ અવધમાં આવે છે રે
ગંગા કાંઠે તે ગૃહરાજાને મળ્યા
કેવટે ભાવથી મારા ચરણ ધોયા
એની નાવડીને અમે પાવન કરી
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
ઋષિ મુનિનો અમને સંગ થયો રે
એની સાથે બેસીને સત્સંગ કર્યો
ઋષિ મુનીના આશીર્વાદ લીધા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે પંચવટીમા મઢુલી બાંધી
એની ફરતે રે ફૂલવાડી હતી
એમાં માયાવી મૃગલો ચરવા આવ્યો
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
સોના મૃગલો સીતાજીને નજરે ચડ્યો રે
એને મારવાની સીતાએ હઠ લીધી
હું તો મારવાને મૃગલાને વનમા ગયો
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
હું તો મૃગલાને મારવા વનમાં ગયો રે
ભાઈ લક્ષ્મણને મૃગલાએ પુકાર કર્યો
સાધુ રૂપ ધરીને રાવણ આવ્યો
ઈ તો સીતાજીનું હરણ કરી રે ગયો
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
મૃગલાને મારીને અમે પાછા વળ્યા રે
મઢીએ ન જોયા સીતા નાર
મારી માથે એવા સંકટ આવ્યા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે સીતાજીને ગોતવા વનમાં ગયા રે
સીતા સીતા ના પોકાર વનમાં કર્યા
ત્યાંતો વૃદ્ધ જટાયુંના મિલન થયા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
માતા સીતાને રાવણ હરિ રે ગયો
માતા સીતા છોડાવા રાવણ સાથે યુદ્ધ કર્યું
પાપી રાવણે જટાયુંને ઘાયલ કર્યું
પછી જટાયુંને મોક્ષનું ધામ દીધું
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
પંપા સરોવરને કાંઠે શબરીને મળ્યા રે
એના એઠા બોર ભાવેથી ખાધા
એને નવધા ભક્તિ રે દીઘી
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
શબરીને મોક્ષના ધામ દીધા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
વનમાં ભક્ત હનુમાનનો ભેટો થયો રે
સુગ્રીવની સાથે મૈત્રી કરી
કિસકિન્ધા નગરીમા આવ્યા અમે
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
વાલી વાનરને બાણથી માર્યો અમે
એને મોક્ષના ધામ દીધા અમે
સુગ્રિવને રાજ તિલક કર્યા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
સૌ વાનરનો અમે સાથ લીધો રે
સમુન્દ્ર ની ઉપર એણે પાર બાંધી
પછી લંકા નગરીમાં ગયા અમે
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
મેઘનાદે તે એવા બાણ છોડ્યા રે
મારા વીર લક્ષ્મણને મુરચ્છીત કર્યા
મારી માથે તે દુઃખ ના વાદળ ચડ્યા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
હનુમાન સંજીવની લઇ આવ્યા
વીર લક્ષ્મણની મુરચ્છા ઉતારી હતી
મારા જીવમા જીવ આવ્યો પછી
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે રાજા રાવણને રણમાં રોળ્યો રે
એના દસ મસ્તકના તોરણ બાંધ્યા
પછી વિભિષણને લંકાનુ રાજ દીધું
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે સતી સીતાજીને લઈને આવ્યા રે
એની અગ્નિ પરીક્ષા કરી રે અમે
પછી પુષ્પક વિમાનમા બેઠા અમે
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે સાથે અવધમા આવ્યા ફરી
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
અમે અયોધ્યા નગરીમા આવ્યા રે
અમે માતા ને ચરણે નમ્યા છે રે
માતા ચૌદ વરસ એમ પુરા કર્યા
મારો રામ જવાબ માઁ ને આપે છે રે
હવે આશિષ રૂડા આપો અમને
મારો રામ અવધ મા આવે છે
જે કોઈ સીતારામના ગુણલા ગાશે રે
એના સઘળા સંકટ દૂર થાશે
મારો રામ સદાય એને સહાય કરે
મારો રામ અવધમાં આવે છે રે
હનુમાન સંદેશો લાવે છે
મારો રામ અવધમાં આવે છે રે
#viralsong #bholanath #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ram #ramkirtan #ayodhyarammandir #ayodhya #ramlove #lofimusic #music #ramsiyaram #siyaram #sitaram #ramayan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: