Gujarat Weather : વાવાઝોડું વળાંક લઈ ગુજરાત પર આવશે? શું છે આગાહી?
Автор: BBC News Gujarati
Загружено: 2025-10-03
Просмотров: 108913
#Weather #monsoon
ગુજરાતની પાસે દરિયામાં આ વર્ષનું ચોમાસા બાદનું સૌપ્રથમ વાવાઝોડું સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતની પાસે જે સિસ્ટમ હાલ અરબી સમુદ્રમાં છે તે દરિયામાં થોડી આગળ વધતાની સાથે જ વાવાઝોડું બની જશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં હાલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં છે અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા છે.
ભારતની પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં અને ચોમાસું પૂરું થાય તે બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે.
3 ઑક્ટોબરની સવારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી 240 કિલોમીટર, પોરબંદરથી 270 કિલોમીટર, કચ્છના નલિયાથી 280 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચીથી 400 કિલોમીટર દૂર છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: