ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા સાચી સમજણ shiv Katha sachi samjan
Автор: સાચી સમજણ
Загружено: 2025-10-24
Просмотров: 30
#vairalvideo #motivation #vairal #bhakti #shivshakti #shivakatha #shivashati ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા:
જો પતિ-પત્ની એકબીજા પર વિશ્વાસ ન કરે તો વૈવાહિક સંબંધોમાં ખટરાગ ઉદભવે છે.
દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. દક્ષ શિવજીને પસંદ નહોતો કરતો અને શિવજીનું અપમાન કરવાની એક પણ તક છોડતા નહતા, રામાયણનો એક પ્રસંગ છે. એક દિવસ શિવજી રામકથા સાંભળીને સતી સાથે પાછા ફરી રહ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. રામ સીતાથી વિખૂટા પડી ગયા હતા, દુઃખી હતા અને સીતાને શોધતા હતા.
જ્યારે શિવજી અને સતીએ શ્રીરામને જોયા ત્યારે શિવજીએ કહ્યું કે શ્રી રામની કથા સાંભળીને આપણે અહીં એ જ શ્રી રામને જોયા છે. ભગવાન શિવે દૂરથી ભગવાન રામને પ્રણામ કર્યા અને દેવી સતીને પણ શ્રી રામને નમન કરવા કહ્યું. સતીનો સ્વભાવ તાર્કિક હતો. તેમણે ભગવાન શિવને કહ્યું કે મને નથી લાગતું કે તે ભગવાન રામ હોઈ શકે, તેઓ સામાન્ય માનવીની જેમ રડી રહ્યા છે.
શિવજીએ રામજી પર શંકા ન કરવા સમજાવ્યું. આ બધી તેમની લીલા છે. દેવી સતીએ ભગવાન શિવની વાત ન સાંભળી અને રામની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ સતી સીતાનું રૂપ લઈને શ્રી રામની સામે પહોંચી ગયા.
શ્રી રામે દેવી સતીને જોતાં જ પ્રણામ કર્યા અને પૂછ્યું, દેવી, તમે અહીં એકલા શું કરી રહ્યા છો, ભગવાન શિવ ક્યાં છે? આ સાંભળીને સતી શરમાઈ ગઈ. આ પછી તે ભગવાન શિવ પાસે પહોંચી. જ્યારે ભગવાન શિવે ધ્યાન કર્યું, ત્યારે તેમને સમજાયું કે સતીએ તેમના પ્રિય રામની કસોટી કરી છે. આ કારણે ભગવાન શિવે માનસિક રીતે સતીનો ત્યાગ કર્યો. આ ઘટનાના થોડા સમય પછી દેવી સતીએ પિતા દક્ષના ઘરે યજ્ઞકુંડમાં કૂદીને આત્મવિલોપન કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવજીનું લગ્નજીવન પૂર્ણ થઈ ગયું હતું.
બોધ પાઠ આ વાર્તાની શીખ છે કે પતિ-પત્નીએ એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આ સંબંધમાં વિશ્વાસ નહીં હોય તો સંબંધોનો તાલમેલ બગડે છે. તાલમેલ વિના આ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: