સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ..... વલસાડ
Автор: Bharat Netram
Загружено: 2025-04-08
Просмотров: 2500
સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ.....
ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વલસાડ જિલ્લાના રાબડા ગામ ખાતે આવેલ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે તા.૩૦-૦૩-૨૦૨૫ થી તા. ૦૭-૦૪-૨૦૨૦૫ સુધી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિન સવારના મહામૃત્યુંજય યજ્ઞ યોજાય છે, તેમજ રાત્રે વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમને નિહાળવા તથા તેમાં ભાગ લેવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્ટેજ પર થતી આ દિવ્ય રાસ-ગરબાની ઝાંખી જોઈ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે અને અંતરાત્મામાં એક અનોખી ધન્યતા અને આનંદની અનુભૂતિ કરે છે.
મહોત્સવમાં ગરબા રમતી બાળાઓને જોઈ ભક્તજનોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિઓ આ ધરતી પર ઉતરીને રાસ-ગરબે રમતી હોય, તેવી અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. આમ, માં વિશ્વંભરી તીર્થધામ વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સેતુરૂપ બની, લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. તેમજ આવા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા આ ધામ માત્ર ભારતવર્ષમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આપણી મૂળભૂત વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે.
શ્રી મહાપાત્ર મહાશક્તિના આશીર્વાદ સાથે, માનવજાતને સત્ય અને અસત્યના ભેદ સમજાવી રહ્યા છે. તેમનું લક્ષ્ય છે મનુષ્યમાં રહેલી આસુરી વૃત્તિઓ અને અહંકારને દૂર કરીને સાત્ત્વિક શક્તિને જાગૃત કરવું.
માં વિશ્વંભરી તીર્થધામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ છેલ્લા ઘણાં વર્ષોથી શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ઉજવાતો આવ્યો છે. આગામી ૩૦-૦૩-૨૦૨૫ થી ૦૭-૦૪-૨૦૨૫ સુધી નવ દિવસ દિવ્ય અને અલૌકિક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ સવારે ૭.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી મહા મૃત્યુજય યજ્ઞ તથા રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી સાંસ્કૃતિક રાસ-ગરબાનું આયોજન રહેશે. ખાસ વાત એ છે કે સ્વયં દિવ્ય શક્તિઓ આવા રાસ-ગરબામાં ગરબે રમે છે, દરેકને એક અનોખો અને દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે. દર વર્ષે યોજાતા આ સાંસ્કૃતિક રાસ-ગરબા જોવા માટે માત્ર ભારતવર્ષના જ નથી પણ વિદેશથી ભક્તજનો પધારે છે.
માં વિશ્વંભરી તીર્થધામ દ્વારા સૌ ભાવિક ભક્તોને આત્મિક નિમંત્રણ છે કે, આ પવિત્ર અવસરે સૌ સાથે મળીને અંદર રહેલા અવગુણોનું હવન કરીએ, જીવનમાં દૈવિક ગુણો ઉતારીએ, વૈદિક સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં આ દિવ્ય નવરાત્રી મહોત્સવને હર્ષોલ્લાસભેર ઉજવીએ.
વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી દરમ્યાન નવ દિવસ ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં સવારે ૭.૦૦ થી ૧૨.૩૦ મહામૃત્યુંજય યજ્ઞ અને રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી સાંસ્કૃતિક રાસ-ગરબા થાય છે. આ કાર્યક્રમ નિહાળવા દેશ-વિદેશથી રોજ-બરોજ મોટી સંખ્યમાં માનવ મહેરામણ ઉમટે છે. ઉપરાંત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ 'Maa Vishvambhari Tirthyatra Dham' નામની YouTube ચેનલ પર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા અસંખ્ય માઈભક્તો ઘરબેઠાં આ દિવ્ય કાર્યક્રમનો લાભ લઇ રહ્યાં છે.
વર્તમાન સમયમાં, જ્યારે સનાતન વૈદિક સંસ્કૃતિ માનવજીવનમાંથી સાવ વિસરાઈ જતી જોવા મળે છે, ત્યારે આ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને સમગ્ર વિશ્વમાં તેનું દિવ્ય તેજ ફરીથી પ્રકાશિત થાય – એવા શુભ સંકલ્પ સાથે ધામના સંસ્થાપક શ્રી મહાપાત્ર, માં વિશ્વંભરી ધામે દર્શનાર્થે આવતા ભક્તોને મર્યાદાને અનુરૂપ સંસ્કારયુક્ત વસ્ત્રો ધારણ કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છે. એટલું જ નહીં, નવરાત્રીના પાવન અવસર પર વૈદિક પ્રણાલી અનુસાર યોજાતા સાંસ્કૃતિક રાસ-ગરબા તથા મહાયજ્ઞ જેવા અલૌકિક અને દિવ્ય કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને સનાતન વૈદિક સંસ્કૃતિના અમૂલ્ય સિદ્ધાંતો, પરંપરાઓ તથા જીવનમૂલ્યોનું જીવંત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી, આ સંસ્કૃતિને પુનઃ જીવંત કરી રહ્યા છે.
તદુપરાંત ભગવાન શ્રીરામે ચરિતાર્થ કરેલ આદર્શ કુટુંબ વ્યવસ્થા અને શ્રીકૃષ્ણે પ્રબોધેલી આદર્શ સમાજ વ્યવસ્થા, આજના યુગમાં ધીમે-ધીમે વિસરાતી જઈ રહી છે, ત્યારે શ્રી મહાપાત્રએ વિશ્વભરમાં અસંખ્ય પરિવારોના ઘરોને પવિત્ર ઘરમંદિરોમાં પરિવર્તિત કરીને, વિસરાઈ ગયેલી આ બંને આદર્શ વ્યવસ્થાઓને ફરી એક વાર પુનઃપ્રસ્થાપિત કરી રહ્યા છે.
સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ.....
ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વલસાડ જિલ્લાના રાબડા ગામ ખાતે આવેલ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે તા.૩૦-૦૩-૨૦૨૫ થી તા. ૦૭-૦૪-૨૦૨૦૫ સુધી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિન સવારના મહામૃત્યુંજય યજ્ઞ યોજાય છે, તેમજ રાત્રે વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમને નિહાળવા તથા તેમાં ભાગ લેવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્ટેજ પર થતી આ દિવ્ય રાસ-ગરબાની ઝાંખી જોઈ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે અને અંતરાત્મામાં એક અનોખી ધન્યતા અને આનંદની અનુભૂતિ કરે છે.
મહોત્સવમાં ગરબા રમતી બાળાઓને જોઈ ભક્તજનોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિઓ આ ધરતી પર ઉતરીને રાસ-ગરબે રમતી હોય, તેવી અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. આમ, માં વિશ્વંભરી તીર્થધામ વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સેતુરૂપ બની, લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. તેમજ આવા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા આ ધામ માત્ર ભારતવર્ષમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આપણી મૂળભૂત વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે.
[email protected]
BHARAT NETRAM નજર દરેક ખબર પર
મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય
contact 9106108332
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: