ઋતુ..૨ની પ્રથમ કવિતા. મણકો-૧. ભૂતળ ભક્તિ ..નરસિંહ મહેતા રચયિતા
Автор: Isce House
Загружено: 2025-03-22
Просмотров: 466
નમસ્કાર.
ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જનો ઘર ઘરમાં પહોંચી શકે અને સામાન્ય જન તેને સમજીને તેનો આનંદ લઈ શકે તે હેતુથી ભારતીય સમુદાય શિક્ષણ સંઘે ‘આપણી કવિતા આપણા માટે’ નામનો કાર્યક્રમ તૈયાર કર્યો અને તેને તેની પોતાની યુ ટ્યુબ ચેનલ પરથી તેની પ્રથમ ઋતુમાં ૨૫ કવિતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસ્થાની તેની પોતાની યુટ્યુબ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો.
તા.૨૧ માર્ચ વિશ્વ કવિતા દિવસ આપણે ઉજવીશું. તેથી ભારતીય સમુદાય શિક્ષણ સંઘે ‘આપણી કવિતા આપણા માટે’ની બીજી ઋતુના પસંદ કરાયેલા બીજા ૨૫ કાવ્યો પહેલી ઋતુના ઢાંચામાં જ શરૂ કરીશું. બીજી ઋતુમાં પણ કુલ ૨૫ કાવ્ય હશે. જેનું ગાન/પઠન તથા સમજૂતી આશરે ૨૦ મીનીટના એક એક એપિસોડમાં અપાશે. આ વખતે પણ પ્રથમ ઋતુની જેમ તા.૨૩ મી માર્ચ ૨૦૨૫ થી શરુ કરીને પ્રત્યેક રવિવારે સવારે સાત વાગે જુદી જુદી કવિતાની વાત કુલ ૨૫ મણકામાં થશે. આશા છે કે આપ સૌ અમારા આ પ્રયત્નને આવકારશો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તેનું નોટિફિકેશન આપને મળતું રહે .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: