નડિયાદ : પીપલગ ચોકડી પાસે બેરીકેટિંગ કરીને રસ્તો બંધ કરાતા રોષ
Автор: Charotar Kheda News
Загружено: 2025-12-12
Просмотров: 71
નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર પીપલગ ચોકડી પાસે હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા બેરીકેટિંગ કરીને રસ્તો બંધ કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી 800 વર્ષ જૂના મહાદેવ મંદિરના દર્શનાર્થીઓ, આસપાસની હોટલોના ગ્રાહકો, ખેડૂતો અને ઉદ્યોગોમાં જતા કામદારો માટે મુશ્કેલી ઊભી થઈ છે.
અત્યાર સુધી લોકો રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરતા હતા, પરંતુ બેરીકેટ લાગવાથી તે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, આ કામગીરી તેમને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વગર કરવામાં આવી છે, જેના કારણે અચાનક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: