5 રૂપિયામાં ભરપેટ ટિફિન । ગરીબ દર્દી અને નીસહાય લોકોને રોજ જમાડતું રસોડું| Charity food in Jamnagar
Автор: Gujju box
Загружено: 2021-03-28
Просмотров: 224494
જામનગરથી બીજા દિવસે દ્વારિકા જવાનો પ્લાન હતો અને અલમોસ્ટ બધું શૂટિંગ પણ પૂરું થઇ ગયું હતું, હું અને મારો મિત્ર હિતેશ ધન્વંતરી કેમ્પસ પાસેથી થઇ અને સારી ચા પીવા માટે અંબર તરફ જય રહ્યા હતા. ત્યાં અચાનકજ ધનવંતરી ની સામે ચોકમાંજ કેટલાક લોકો ટિફિન લઇ એક જગ્યાએ ઉભેલા જોયા, તેઓ ત્યાં ટિફિન ભરાવી રહ્યાં હતા. હવે ફૂડ અને ટિફિન ની વાત આવે એટલે સ્વાભાવિક મારી જીજ્ઞાશા વધી જાય એ જાણવાની કે આ કોઈ અન્નક્ષેત્ર છે કે કોઈ હોટેલ. એ બિલ્ડીંગ પર જોયું તો ત્યાં લખ્યું હતું શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ. ઘણીખરી વાત તો ધારણામાં આવી ગઈ કે આ કોઈ સેવા કિયા પ્રવૃત્તિ કરતી જગ્યા હોવી જોઈઍ પણ લોકો ત્યાં પૈસા આપી અને ટિફિન બંધાવી રહ્યા હતા... નજીક ગયા બાદ ત્યાંના લોકો સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે અહીં લોકોને ફક્ત 5 રૂપિયા જેવા નાજીવા ટોકન દરે ટિફિન ભરી આપવામાં આવે છે.
જોકે અમારે અંદર જઈને શૂટિંગની પરવાનગી માટે ઓળખાણ આપવાની જરૂરજ ના પડી, કારણકે ત્યાં સેવા આપનાર એક સજ્જન આપણી ચેનલના રેગ્યુલર પ્રેક્ષક નીકળ્યા અને કઈ પણ કહીએ તે પહેલાજ તેઓ ઓળખી ગયા અને પછી તેઓએ આખી વાત અમને સમજાવી.
અહીં બપોરે અને સાંજે નિસહાય લોકો ફક્ત 5 રૂપિયાના નજીવા દરે ટિફિનમા ભરપેટ ભોજન મેળવે છે જેમાં શાક, ખીચડી, રોટલી અથવા બાજરાના રોટલા અને કોઈ વખત મિષ્ટાન પણ આપવામાં આવે છે.
જોકે 5 રૂપિયાની આ રકમ રાખવાના પણ સામાન્ય કારણો હોઈ છે એક તો કોઈ બિનજરૂરી રીતે લઇ જઈ અને બગાડ પણ ના કરે અને જે અહીંથી ભોજન મેળવે છે તેનું સ્વાભિમાન પણ જળવાઈ રહે.
અહીંના ટ્રસ્ટી સાથે વાત કરતા ખબર પડી કે આ કાર્યની શરૂઆત જેમને કરી હતી તેઓએ ખરા અર્થમાં તો સિવિલ હોસ્પિટલના દર્દીઓ કે જે નિસહાય હોઈ અને ભોજનની જેની પાસે કોઈ વ્યવસ્થા ના હોઈ તેના માટે હોસ્પિટલે ટિફિન પહોંચાડી ને કરી હતી. હાલ પણ અહીંથી રોજના અનેક ટિફિન દર્દીઓ માટે અને જામનગરમાં રહેતા 250 જેટલા નિસહાય લોકો જેની તપાસ કર્યા બાદ તેઓને 2 સમય પૂરતું થઇ રહે એટલું ભોજન અહીંથી 365 દિવસ વિનામુલ્યે પહોચાડવામાં આવે છે.
અહીં બપોરે અને સાંજે નિસહાય લોકો ફક્ત 5 રૂપિયાના નજીવા દરે ટિફિનમા ભરપેટ ભોજન મેળવે છે જેમાં શાક, ખીચડી, રોટલી અથવા બાજરાના રોટલા અને કોઈ વખત મિષ્ટાન પણ આપવામાં આવે છે.
જોકે 5 રૂપિયાની આ રકમ રાખવાના પણ સામાન્ય કારણો હોઈ છે એક તો કોઈ બિનજરૂરી રીતે લઇ જઈ અને બગાડ પણ ના કરે અને જે અહીંથી ભોજન મેળવે છે તેનું સ્વાભિમાન પણ જળવાઈ રહે.
અહીંના ટ્રસ્ટી સાથે વાત કરતા ખબર પડી કે આ કાર્યની શરૂઆત જેમને કરી હતી તેઓએ ખરા અર્થમાં તો સિવિલ હોસ્પિટલના દર્દીઓ કે જે નિસહાય હોઈ અને ભોજનની જેની પાસે કોઈ વ્યવસ્થા ના હોઈ તેના માટે હોસ્પિટલે ટિફિન પહોંચાડી ને કરી હતી. હાલ પણ અહીંથી રોજના અનેક ટિફિન દર્દીઓ માટે અને જામનગરમાં રહેતા 250 જેટલા નિસહાય લોકો જેની તપાસ કર્યા બાદ તેઓને 2 સમય પૂરતું થઇ રહે એટલું ભોજન અહીંથી 365 દિવસ વિનામુલ્યે પહોચાડવામાં આવે છે તેવી માહિતી અહીંના ટ્રસ્ટી ચંદ્રેશભાઈ સોરઠીયા દ્વારા આપવામાં આવી હતી. .
વધુ માહિતી આ વિડીયોમાં આપને મળી રહેશે, તો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી.
5 રૂપિયામાં ભરપેટ ટિફિન । ગરીબ દર્દીઓ અને નીસહાય લોકોને રોજ જમાડતું રસોડું| Charity food Jamnagar
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: