🌿 સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગઈ | તુલસી વિવાહ ભક્તિ ગીત | Tulsi Vivah Bhajan 2025
Автор: Bhajan kirtan
Загружено: 2025-10-28
Просмотров: 699
🌿 સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગઈ | તુલસી વિવાહ ભક્તિ ગીત | Tulsi Vivah Bhajan 2025
સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા
એક સાહેલી મેણા બોલી રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
અમે પરણેલા તુલસી તમે કેમ કુંવારા
રેજો રે બાળ કુંવારા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
એટલું કીધું રે તુલસી રીસે ભરાણા
આવીને ઓરડે પુરાણા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
સાંજ પડી ને તુલસીના દાદા ઘેરે આવ્યા
કેમ તમે તુલસી રીસાણા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
સરખી સાહેલી અમે પાણી ભરવા ગયા હતા
સૈયર મેણાં બોલે રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
કયો તો તુલસી તમને સૂર્ય સાથે પરણાવીએ
ચંદ્રદેવના માંગા આવ્યા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
સૂર્ય તો દાદા અતિ તેજ વાળા
ચંદ્ર દેવ સાથે નહિ પરણીએ રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
કયો તો તુલસી તમને રામ સાથે પરણાવીએ
દ્વારકા થી માંગા આવ્યા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
રામ તો દાદા મર્યાદા પુરુષોત્તમ
દ્વારિકામાં રૂપાળા રણછોડ રાય
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
કયોતો તુલસી તમને ઠાકોર સાથે પરણાવીએ
ક્યો તો તેડાવીએ જાડેરી જાન
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
કેળું કેરા મંડપ રોપાવ્યા
મમતા ના માણેક સ્તંભ રોપાય
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
પ્રીતુ કેરા પાનેતર ઓઢીયા
મોહન ના મીંઢોળ બાંધ્યા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
ડાકોર ગામથી જાનુ રે આવી
પરણવા ઠાકોર આવ્યા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
માધવરાયના મોડીયા પહેર્યા
વિઠ્ઠલની વરમાળા પહેરી રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
શણગાર સજીને તુલસી માયરામાં આવ્યા
ઓઢી છે ઠાકોરજીની ચુંદડી રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
ચોરીના મંગળ ચાર વરતાણા
માતાએ કંસાર જમાડીયા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
જગતની જનેતા પરણવા બેઠા
સાહેલીઓ મંગળ ગીતડા રે ગાય
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
તુલસીના દાદાએ વિદાયુ આપી
દાદાએ માથે મુક્યો છે હાથ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
પાંદડે પાંદડે આંસુડા ટપકે
રોવે છે જગતની માતા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ
પરણી ને તુલસી સાસરે સીધા આવ્યા
સાસુજીએ હરખે વધાવ્યા રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડી
તુલસી ઠાકોરના વિવાહ જે કોઈ ગાય છે
ગાશે વાશે ને વૈકુંઠ જાશે રે રામ
પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: