Sandhya Aarti Darshan Salangpur Date 04-12-2025
Автор: Salangpur Hanumanji - Official
Загружено: 2025-12-04
Просмотров: 8092
Shodashopchar Puja
પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂનમ નિમિતે તારીખ : 04-12-2025ને ગુરુવારના રોજ સાળંગપુરમાં દાદાને ફૂલની ડીઝાઇનવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો હતો. દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે,દાદાને 200 કિલો તલની સાની ( કચરિયું ) ધરાવામાં આવી હતી. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
પૂનમ નિમિત્તે સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 06:30 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે.
ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે.
ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે.
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/de...
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: