આપણે હરિ ભજન માં જઇએ || ASMITA LAKHANI || દુનિયા બોલે એને બોલવા દઈએ...
Автор: Asmita lakhani
Загружено: 2025-07-06
Просмотров: 319080
Duniya Bole Aene Bolva Daiye..
(ભજન અહીં લખેલું છે.)
દુનિયા બોલે એને બોલવા દઈએ,
આપણે હરિ ભજન માં જઇએ
વાતું કરે એને કરવા દઈએ,
આપણે હરિ ભજન માં જઇએ
કાગડો ને કોયલ એક જ રંગ ના,
કોયલ પણું જ જાણવું હોઈ તો,
તમે મીઠી મીઠી વાણી બોલજો...
હંસલો ને બગલો એક જ રંગ ના,
હંસલા પણું જ જાણવું હોઈ તો,
તમે મોતીડા નો ચારો ચણજો...
મેના ને પોપટ ભેગા જ બેસતા,
પોપટ પણું જ જાણવું હોઈ તો,
તમે સિતારામ સિતારામ બોલજો...
ગુણક્યા ને સતી ભેળાં જ રેતા,
સતી પણું જ જાણવું હોઈ તો,
તમે સંતો ની સેવા કરજો...
નુગરા ને સુગરા ભેળાં જ બેસતા,
સુગરા પણું જ જાણવું હોઈ તો,
પેલા જગત ના ઘા ખમી લઈએ...
જગત ને ભગત ભેળાં જ રેતા,
ભગત પણું જ જાણવું હોઈ તો,
તમે નિત્ય સત્સંગ માં બેસજો...
દુનિયા બોલે એને બોલવા દઈએ,
આપણે હરિ ભજન માં જઇએ.
@asmita007
#Krishna bhajan #kanuda_bhajan
#Bhajan #satsang #dhunmandal
#Kirtan #kirtanbhajan
#gujaratikirtan #Gujarati bhajan
#satsang_kirtan #satsang_bhajan
#asmitalakaninabhajan
#haribhajan
#gujarati_bhajan
#Satsang gujarati Channel
Thanks For watching.
Like || Share || Subscribe
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: