#ભુજમાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-08
Просмотров: 144
#ભુજમાં પત્રકાર હેલ્થ ચેકઅપ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો...
#ભુજ ખાતે આજ રોજ સવારે 9.00 કલાકે રેડક્રોસ ભવન (ત્રિમંદિર સામે) પત્રકાર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ હેલ્થ ચેકઅપ કેમ્પનું સંચાલન કચ્છ જિલ્લા માહિતી ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું.
#કેમ્પની શરૂઆતમાં અધિકારીઓ અને તબીબોની ટીમે પત્રકાર મિત્રોને સ્વાસ્થ્ય ચેકઅપની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પત્રકારોએ જરૂરી ચકાસણી સહિતના વિવિધ જરૂરી ચેકઅપ કરાવ્યા હતા. તબીબોએ દરેક પત્રકારને તંદુરસ્ત જીવનશૈલી, સમયાંતરે હેલ્થ ચેકઅપ તથા સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે વિગતવાર સલાહ આપી હતી. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પત્રકારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સેવાનો લાભ લીધો હતો. પત્રકારોની તબિયત સંભાળવા માટે આવા કાર્યક્રમો સમયની માંગ છે, કારણ કે પત્રકાર સાજિક અને દેશહિતની જવાબદારી પૂર્વકની કામગીરી અને દોડધામ વચ્ચે સ્વાસ્થ્યની જોઈએ તેટલી દેખભાળ રાખી શકતા નથી. આવા કૅમ્પો અને જરૂરી માર્ગદર્શનથી પત્રકાર મિત્રો પણ હવે શારીરિક તંદુરસ્તી માટે જાગ્રત થશે. કેમ્પના અંતમાં સંચાલકોએ જણાવ્યું હતું કે, ફિટ મીડિયા તો હિટ ઈન્ડિયા, એટલે તંદુરસ્ત પત્રકારો જ તંદુરસ્ત અને સજાગ સમાજ નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકે છે. આવો સફળ અને સુચારૂ રીતે યોજાયેલ પત્રકાર હેલ્થ ચેકઅપ કેમ્પ ભવિષ્યમાં પણ નિયમિતપણે યોજાતો રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: