Sarsiddhi Vivechan Kadvu - 18 | 24 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-11-23
Просмотров: 951
Sarsiddhi Vivechan Kadvu - 18 & Vachanamrut Janti Aashirvad
---------------------------------------------------------------------------------
Title : વૈરાગ્યની શરૂઆત નિષ્કામ કર્મયોગથી &
વચનામૃતનો મહિમા
• પ્રારબ્ધને આધીન પ્રતિકૂળતા મળી હોય અને એમાં રાજી થાય તો વૈરાગ્ય વધે છે અને ભગવાન રાજી થાય છે
• નિષ્કામભાવથી સેવા કરે તો રાગ ધીરે ધીરે ઓછા થાય છે
• રાગ હોય તો પણ નિષ્કામભાવ રાખી શકાય છે વૈરાગ્ય રાખી શકાતો નથી માટે શરૂઆત કરી શકાય
• ગમે તેવા ઘોર તામસીકર્મ કર્યા હોય પણ નિષ્કામભાવથી સેવા કરે તો એ નાશ પામે છે
• ભગવાનની સેવામાં પ્રતિકૂળતા સહન કરે તો વૈરાગ્ય અને સાધુતા વધે છે
• વૈરાગ્ય તો પ્રારબ્ધ આધીન છે, નિષ્કામભાવ પ્રારબ્ધને આધીન નથી માટે બધા કરી શકે છે
• ક્રિયાને આધારે રાગને દબાવવો વધારે સહેલો પડે છે માટે નિષ્કામભાવ જેવું કોઈ સાધન નથી
• વૈરાગ્યની પૂર્ણતા અને meaningful ઉપયોગ એ સંતની કૃપા વિના થતું નથી
• મહારાજને માટે સહન કરવાનું તો ભાગ્યશાળી હોય એને જ મળે છે
• માનવશરીરની પ્રકૃતિને કર્મયોગ વધારે match થાય છે એટલો સાંખ્યયોગ થતો નથી
• વચનામૃત વેદોની જેમ સાક્ષાત શ્રીમુખ એટલે કે મહારાજની વાણી છે એટલે એમાં કાના માત્રાનો ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી
• પૂ.શાસ્ત્રીજી મહારાજ દરરોજ પૂજામાં એકાગ્ર થઈને વચનામૃત વાંચતા અને ધામમાં ગયા તે દિવસે પણ પૂજામાં વચનામૃત વાંચેલું માટે આ પૂ.શાસ્ત્રી મહારાજની જોગ છે એટલે આપણે વચનામૃતનો અભ્યાસુ ગુરુકુળ પરિવાર બનાવવો છે
• પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી એમ કહેતા કે કાંઈ ઉદ્વેગ હોય ત્યારે વચનામૃતનું પુસ્તક ખોલીને જે પાનું આવે તે વાંચે તો પણ ઉદ્વેગ મટી જાય છે
• વેદોની જેમ અર્થ સમજાય કે ન સમજાય પણ જો વચનામૃત વાંચે અથવા શ્રવણ કરે તો પણ એ પવિત્ર કરે છે
• વચનામૃત સાક્ષાત મહારાજની વાણી છે એટલે કદાચ એમાં કાંઈ કાના માત્રાની ભૂલ હોય તો પણ એ સોનાની છે અને એમાં ફેરફાર કરવાનો આપણને અધિકાર નથી
• ગ્રંથની ભક્તિ એટલે આદરભાવ, ભગવાનની મૂર્તિમાં જેવો આદરભાવ છે એવો વચનામૃતનો આદરભાવ હોવો જોઈએ, વચનામૃતના શબ્દો અને બીજા શબ્દો સરખા ન લાગવા જોઈએ
• વચનામૃત ભણ્યા હોય એને જ સમજાય એવું નથી, *શ્રદ્ધા ને આસ્તિકતા હોય તો એને જરૂર સમજાય છે
• આપણા સત્સંગમાં અને ગુરુકુળ પરિવારમાં તો ઘણા અભણ સંતો અને ભક્તો પણ વચનામૃતના ભોમિયા થઈ ગયા છે
• વચનામૃતની જેમ નંદસંતોના કીર્તનોમાં પણ સુધારા કરવાનો આપણને અધિકાર નથી, સંશોધન જરૂર કરી શકાય
• એવું સાંભળ્યું છે કે, પૂ.શાસ્ત્રીજી મહારાજે ચાર મહિના સુધી બે સમય, ત્રણ - ત્રણ કલાક કથા કરીને નારાયણદાસ સ્વામીને સંભળાવી હતી અને તો પણ કેવળ 40 વચનામૃતની કથા થઈ હતી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: