Modhera Sun Temple: Where Stone Speaks of Sun and Spirit Kanan Mistry
Автор: Gujarati Sahitya Forum
Загружено: 2025-09-04
Просмотров: 139
મણકો# 263 તા-31-8-2025
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિત વક્તવ્યના વક્તા હતા કાનન મિસ્ત્રી. તેમણે મોઢેરા સૂર્યમંદિરના સ્થાપત્ય અને કળાના સમન્વયને તેમના સંશોધન અને અભ્યાસ દ્વારા જીવંત બનાવ્યો છે તેનો સમગ્ર નિચોડ તેમના વક્તવ્ય દરમ્યાન શ્રોતાજનોને પિરસ્યો.
ખૂબ જ જંગ વિખ્યાત મોઢેરા સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના નાનકડા ગામમાં આવેલું છે. આ મંદિર 11 મી સદીમાં સોલંકી કાળમાં બન્યું હતું. કળાના શિરમોર સમું મંદિર પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે. હાલમાં તો નદી સૂકાઇ ગઇ છે પણ 11 મી સદીમાં બંને કાંઠે વહેતી હતી. તે વખતે ગુજરાતના અણહિલ પાટણ પર સોલંકી રાજાઓનું સામ્રાજ્ય હતું.
આદિકાળથી સૂર્યની ઉપાસના વૈશ્વિક પરંપરા છે. ઇજિપ્ત, રોમ, ગ્રીસ, મેસોપોટેમિયા, પર્શિયા વિ. સ્થળે સૂર્યની જુદા જુદા સ્વરૂપે ને જુદા જુદા નામથી ઉપાસના થતી હતી. વૈદિક કાળથી બાર આદિત્યો એટલે અદિતી ને કશ્યપના ઋષિનાં પુત્રો જેના નામ બાર મહિના સાથે સંકળાયેલા છે તેમની ઉપાસના થતી. સૂર્યની ગતિ પ્રમાણે જુદા જુદા નામ સૂર્યદેવને અપાયા. ઉગતા સૂર્ય, આથમતા સૂર્ય, માથા પર હોય ત્યારે અલગ નામ અપાયા. સૂર્ય જગતનો આત્મા ને અંધકાર દૂર કરનાર ને પૃથ્વીને સતત ગતિમાં રાખનાર છે. વૈદિક કાળથી તેની ઉપાસના થતી. રામાયણ અને મહાભારતમાં પણ સૂર્યદેવનો ઉલ્લેખ છે. સૂર્યદેવ નું મૂર્તિ સ્વરુપ કે કોઇ ચિત્રિત વર્ણન નથી પણ તેજોમય આભા હશે તેવું માનવામાં આવે છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં મૂર્તિ છે, તેનું સ્વરુપ કદાચ પર્શિયાથી આવ્યું હશે. તે વખતે મધ્ય એશિયાના પ્રદેશો ને આપણાં ભારતના ગંગા યમુનાના પ્રદેશો ને વ્યાપારિક સંબંધો હતા, ચીજવસ્તુઓની સાથે વિચારો ને સંસ્કૃતિનું પણ આદાનપ્રદાન થતું. જાણે અજાણ્યે સૂર્યોના રૂપો પર અસર પડી. કુશાન રાજ્યમાંથી જે સોનાના સિક્કા મળ્યા તેના પર તેમના દેવો ચિત્રિત કરેલા છે. તેમાં એક સૂર્યની વાત નથી.
ગુપ્ત સામ્રાજ્યમાં ગાંધાર શૈલીના કળાની શરુઆત થઇ. ત્રીજી, ચોથી સદીનો એ સુર્વણ યુગ કહેવાય છે. પત્થરોને લઇને મંદિરના બાંધકામ થવા માંડ્યા. પહેલું સૂર્ય મંદિર સાંચીમાં બન્યું, તે સાધારણ છે.આપણાં પૌરાણિક ગ્રંથ બૃહદ સંહિતામાં સૂર્યની પ્રતિમા બનાવવી હોય તો કયા નિયમોને આધારે બનાવવી તેનું વિસ્તૃત વર્ણન છે. આપણે ત્યાં પર્શિયાથી સૂર્યના ઉપાસક પંડિતો આવ્યા ને અહીં સ્થાયી થયા.તેમની અસરને લીધે આપણી વૈદિક પધ્ધતિની સૂર્યની ઉપાસનામાં પણ બદલાવ આવ્યો, અને સૂર્યને સ્વરૂપ આપવાનો વિચાર કર્યો.
ગુજરાતમાં છઠ્ઠી થી આઠમી સદી મૈતિકા નું વલ્લભીથી ભૃગુકચ્છ સુધી રાજ્ય હતું. એ સમયમાં ઘણાં સ્થાપત્યો થયા. છઠ્ઠી સદીમાં જામનગરના ગોપમાં સૂર્ય મંદિર ઉંચા ઓટલા પર બનાવેલું હતુ. સ્કંધ પુરાણમાં પ્રભાસ પાટણમાં કૃષ્ણના દીકરા સાંબાએ સૂર્યની ઉપાસના માટે બનાવ્યું હતું. તેની પાછળની કથા કાનન બહેને જણાવી. ગુજરાતમાં Nagra, Dravida, Vesara શૈલીના સ્થાપત્યો લગભગ દસમી સદીથી અસ્તિત્વમાં આવ્યા. દસ થી તેરમી સદી માં સોલંકી રાજાઓએ બાંધકામની શરૂઆત કરી. તેમાંનું મોઢેરા સૂર્યમંદિર કળાના શિરમોર સમું છે.હજાર વર્ષ પહેલાંના બાંધકામ આજે પણ મજબૂત છે. મંદિરમાં ઉપર , નીચે ઉતરવાના પગથિયાં ની આજુબાજુ નાની મોટી દેરીઓમાં મૂર્તિઓ છે. કિર્તિ તોરણ , સભામંડપ રંગ મંડપ વિ. ની માહિતી કાનનબહેને ફોટોગ્રાફ બતાવી આપી. સોલંકી કાળ દરમ્યાન મંદિરને છત નહોતી પછીથી સુંદર કોતરણીકામવાળી છત બનાવવામાં આવી છે. ગુઢ મંડપ ને ગર્ભ - ગૃહ ના દરવાજા બંધ છે, તેમાં સૂર્યદેવની મૂર્તિ હતી પણ હાલમાં નથી, ક્યાં છે તેના વિશે માહિતી નથી. બહારની બાજુએ જે મૂર્તિ છે તેમાં તેમના પહેરેદાર બતાવેલા છે. મૂર્તિએ બુટ પહેરેલા છે જે પર્શિયન અસરની શાખ પૂરે છે. બહારની બાજુ ને અંદર આવેલી મૂર્તિઓની ખૂબ જ બારીકાઇ ને ઝીણવટભર્યા સંશોધનને આધારે કાનનબહેને જે માહિતી આપી તેને માટે તો તેમને સાંભળી મોઢેરાની મુલાકાત લેવી પડે. સૂર્યદેવને બે પત્ની સાથે રાગિણી ને છાયા સાથે બતાવેલા છે. સાત ઘોડા પર અસવાર એટલે સાત દિવસો ને વરુણ રથ ચલાવે છે તે પણ અદ્દભૂત છે. વળી સૂર્યદેવને કાને કુંડળ પણ સાથે જેકેટ ને બુટ પહેરાવેલી મૂર્તિ કંડારેલી છે જે બે સંસ્કૃતિનો સમન્વય બતાવે છે. મોઢેરાના શિલ્પો બોલતાહોય તેવું લાગે છે ને જે કાનનબહેને ઝીલ્યું તેનો ચિતાર તેમણે શ્રોતાજનોને તેમના મંત્રમુગ્ધ કરી દેતા વક્તવ્ય દ્રારા જણાવ્યો.
આપનો ખૂબ ખૂબ આભાર કાનનબહેન
કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યોનો આભાર
—— સ્વાતિ દેસાઇ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: