#Kukma
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-06
Просмотров: 1875
#કુકમા વાડીમાં બોરવેલમાં પડેલા યુવાનને 9 કલાકના જહેમતભર્યા ઓપરેશન બાદ રેસ્ક્યુ સફળ ઓપરેશન...
#બોરવેલમાં ફસાયેલ આશાસ્પદ રુસ્તમ આખરે જિંદગીનો જંગ હારી ગયો... જોકે વિગતવાર તબીબો દ્વારા હવે જાહેર કરાશે...
#કુકમા ગામે આશાપુરા ટેકરી પાછળ સ્થિત વાડી વિસ્તારમાં ગઈ સાંજે એક ગંભીર બનાવ બન્યો હતો. મૂળ ઝારખંડનો 18 થી 20 વર્ષની વયનો શ્રમજીવી યુવાન રુસ્તમ મકસુખ શેખ વાડીમાં કામ કરતી વખતે અચાનક બંધ બોરવેલમાં ખાબકી પડ્યો હતો. ગત સાંજે અંદાજે 6 : 30 થી 7 વાગ્યા વચ્ચે બનેલી આ ઘટના બાદ વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. રુસ્તમ દાડમ કટિંગ અને દાડમ પર કવર ચડાવવાનું કામ કરતો હતો. બનાવ સમયે તેના પરિવારજનો રાશન લેવા ગયા હોવાથી તે એકલો હતો. ઘટના સામે આવતા જ તાત્કાલિક રાહત અને બચાવ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. સૌપ્રથમ પદ્ધર પોલીસે ઘટના સ્થળ કોર્ડન કર્યું બાદ ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર ટીમ સહિત કુકમા ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઇમરજન્સી, આર્મી સહિત અને સ્થાનિક લોકો બચાવ પ્રયાસોમાં જોડાયા હતા. યુવાનને ઓક્સિજન મળી રહે તે માટે બોરવેલમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા પણ તાત્કાલિક કરવામાં આવી હતી. વિશેષ બચાવ કામગીરી કરતી ટીમ અને આર્મી રેસ્ક્યુ વિભાગ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આશરે 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા યુવાનને બહાર કાઢવા રાત હોવા છતાં તમામ વિભાગોએ કોઈ પણ વિરામ લીધા વિના કામગીરી ચાલુ રાખી હતી. લગભગ 9 કલાક સુધી ચાલેલી જહેમતભર્યા રેસ્ક્યૂ ઓપરેશન બાદ તંત્રને આખરે સફળતા મળી હતી અને પરોઢે રુસ્તમને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ રીફર કરાયા બાદ સત્તાવાર રીતે સ્થિતિ હવે જાહેર કરાશે. પરંતુ તંત્રની મહામહેનત, ટીમ વર્ક અને સંકલિત અભિગમના કારણે તંત્રને આ કામગીરીમાં સફળતા મળી હતી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: