SAKARVARSHA 30-01-2018
Автор: Santram Sevak
Загружено: 2018-01-31
Просмотров: 17712
નડિયાદમાં સંતરામ મહારાજે સંવત 1887માં આજ થી ૧૮૭ વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી. આ અવસરે મંદિરમાં દીવારૃપે એક જ્યોત પ્રગટ થઈ હતી. જે આજે પણ અખંડ સ્વરૃપે છે. સમાધિ લેતા જ આકાશ માંથી ભવ્ય સાકર અને પુષ્પોની વર્ષા થઇ હતી જે પરંપરા આજે પણ દર માધી પૂર્ણિમાના દિવસે સમાધીના સમયે મહંત રામદાસજી મહારાજ દ્વારા વર્ષમાં એક જ વખત થતી દિવ્ય જ્યોત આરતી કરવામાં આવે છે જે બાદ ભક્તો દ્વારા કોપરા સાથે સાકર વર્ષા કરવામાં આવે છે. ત્યારે આ પવિત્ર દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંતરામ મંદિર ની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી.
મીડીયા સાથે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત એ સંતરામ મહારાજ અને સંતરામ મંદીરનું ઋણી રહ્યું છે. વર્ષો સુધી સંતરામ મંદિરે ગુજરાતમાં અનેક સેવાના કાર્યો કર્યા છે. આજે સમાધી મહોત્સવનો પાવન પર્વ અને સાકર વર્ષાનો પવિત્ર દિવસ હોવાથી તેઓ અહી દર્શનનો લહાવો લેવા આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યુ કે, પરમપૂજય રામદાસજી મહારાજે મુખ્યમંત્રી ને કચ્છના ભૂકંપ, મોરબી હોનારત અને નેપાળના ભૂકંપની વિવિધ કુદરતી આપત્તિઓ પ્રસંગે શ્રી સંતરામ મંદિરની અડીખમ સેવા પ્રવૃત્તિઓ, સંતરામ પરંપરા, મંદિરમાં અને મંદિરના પીઠબળથી અવિરત ચાલતી સેવા, સંસ્કાર અને ધર્મ પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા મહારાજશ્રીના ભરોસે અને તેમના દ્વારા પ્રેરિત સંકલ્પ શકિતથી સતત સમાજની પડખે રહે છે. સાકરવર્ષા સહિતના પર્વોમાં હકડેઠઠ જનમેદની પૂર્ણ શ્રધ્ધા સાથે ભાગ લે છે. અને મહારાજશ્રીની કૃપાથી તમામ ઉજવણીઓ સંપૂર્ણ સલામતિ અને સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: