આ કિર્તન એકવાર સાંભળો 👌👌👌 જન્માષ્ટમી નિમિત્તે ખુબ સરસ એકદમ નવુ...પારુલ બેન (લખેલુ છે)
Автор: JAY RAMAPIR MAHILA MANDAL
Загружено: 2025-08-07
Просмотров: 92446
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
🌹🌹🌹🌹🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹
સાંભળ મામા સાંભળ હવે ધરું હું અવતાર
મથુરામાં જન્મ લઈને બનું તારો કાળ
સાથ સાથ ભાણેજડા મામા તેતો મારિયા
બેની ભાણેજડા ના દિલ તે દુભાવીયા
સાંભળજે સંદેશો મારો થઈ જાજે તૈયાર
મથુરામાં જન્મ લઈને બનુ તારો કાળ
શ્રાવણ વદી આઠ મહિને શનિવારની રાત છે
દેવકી કૂખે જન્મ લીધો બની નાના બાળ... મથુરામાં જન્મ
પિતા વાસુદેવ મનમાં વિચારે
માતા દેવકીજી મનમાં મૂંઝાણા
બોલો સ્વામી બોલો હવે કાઈ કરો ઉપાય
ખબર પડશે તો હમણાં આવશે મારો ભાઈ
હળવેથી બાળક એમ જ બોલ્યું
પિતા અમને મેલી જાજો ગોકુળ રૂડા ગામ
મે મામા માટે જન્મ લીધો બની આવ્યો કાળ
આકાશે વીજળી કરે રે ચમકારા
મુસળધાર મેહુલિયો વરસે અનરાધાર.. મામા માટે જનમ
સેસન આગે છાયા કરી જમનાજી ભરપૂર માં
મારગ દિયો તો મૈયા જાઈ સામે પાર.. મામા માટે જનમ
જમુનાના નીર તો ચડારે હિચોળે
શરણ પર્સ કરવાતે આમ તેમ ડોલે
શરણ લંબાવે ત્યાં તો ત્રિભુવન નો નાથ.. મામા માટે જનમ
નંદજીના નેહડે નાથ પધાર્યા
માતા જશોદા ની ગોદમાં સુવડાવ્યા
દોડી દોડી આવા ત્યાંતો ગોપીને ગોવાળ.. મામા માટે જનમ
ગોકુળમાં જ આનંદ ઉત્સવ થાય છે
નંદબાબા ને ઘેરે નંદ ભયો થાય.. મામા માટે જનમ
મથુરામાં આવી વાલે મામાને મારા
માતા-પિતાને જેલથી છોડાવા
નંદજીના લાલા નો થયો જય જય કાર.. મામા માટે જનમ
સોનાની દ્વારકા વાલાએ રચાવી
સોનાના હિંડોળે ઝૂલે નંદનો કુમાર.. મામા માટે જનમ
કાનુડાની લીલા છે કોઈ ગાશે
ગાશે વાશે વૈકુંઠમાં જાશે
બુટ ની બેડલી તારે મારો શ્યામ... મામા માટે જનમ
આ કિર્તન ગાવા મા બેનુ થી થોડુ આમ તેમ શબ્દો થયા છે
લખાણ મા બરોબરજ છે 🌹🌹જય રામાપીર 🌹 🌹
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: