ધરમપુર શહેરનો કચરો વલસાડના પાથરી ગામના તળાવમાં ઠલવાતા દુર્ઘટથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
Автор: LIVE NEWS 24
Загружено: 2025-12-13
Просмотров: 2684
ધરમપુર શહેરનો કચરો વલસાડ તાલુકાના પાથરી ગામના તળાવમાં ઠલવાયો, કચરાના દુર્ઘટથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, સરપંચને ફરિયાદ કરતા સરપંચે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી
વલસાડ તાલુકાના પાથરી ગામમાં એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કોઈ પૂર્વ મંજૂરી વિના થઈ રહેલી આ પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના ઉપસરપંચે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે..
ગામના સરપંચ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, સંપતભાઈ બુધાભાઈ પટેલ નામના સ્થાનિકે અગાઉ મત્સ્ય પાલન માટે તળાવ ખોદાવ્યું હતું. હાલ આ તળાવને પૂરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં માટીના બદલે ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.
ઉપસરપંચે જણાવ્યું કે, આ કચરામાંથી એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે ગામલોકો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા બે દિવસથી રાત-દિવસ કચરો ઠાલવવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધને કારણે લોકો ઊંઘી પણ શકતા નથી. આનાથી આખા ગામના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, તળાવમાં કચરો નાખવા માટે તળાવ માલિક કે કચરો ઠાલવનારાઓએ ગ્રામ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પંચાયત અજાણ હોવાનું પણ સામે આવ્યું છે.
ગ્રામજનોની માંગ છે કે તળાવમાં કચરો નાખવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. તેઓનું કહેવું છે કે જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ ગંદકી ફેલાવતો કચરો સ્વીકાર્ય નથી. ઉપસરપંચે જણાવ્યું કે જો આ પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે.
આ અંગે ખાનગી તળાવના માલિક સંપતભાઈ પટેલે મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તેમની માલિકીનું તળાવ છે અને હાલ તેમની મરજીથી પુરાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે તેઓ કચરા વચ્ચે પાવડરનો છંટકાવ કરે છે અને ગામમાં કોઈની ફરિયાદ આવી નથી..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: