ભિલોડા ખાતે પરમ પૂજ્ય સંત- સત પુરૂષ શ્રીમદ્ પ્રકાશભાઈ શાહ (પ્રભુ) નો ભવ્ય સતસંગ સમારોહ
Автор: yogini chauhan
Загружено: 2024-12-22
Просмотров: 2826
ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવીએ છીએ કે તા. ૧૮ ડીસેમ્બર, ૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૧૨ ની વચ્ચે પરમ પૂજ્ય સંત- સત પુરૂષ શ્રીમદ્ પ્રકાશભાઈ શાહ (પ્રભુ) નો સતસંગ સમારોહનું આયોજન મુમુક્ષુ શ્રી દિનકરભાઈ મણિલાલ ચૌહાણના ઘર આંગણે એટલેકે નારસોલી રોડ, પારથ કિરાણા સ્ટોરસની સામે, ભિલોડા ખાતે ખૂબ જ સુંદર રીતે પાર પડયું.
આ સતસંગ સમારોહનું આયોજન શ્રી દિનકરભાઈ ચૌહાણના સમસ્ત પરિવારે પૂરી મહેનત અને ખંતથી પુરી ધામિર્ક ભાવના અને લાગણીઓ સાથે અને વિશેષ તેમના પૂરા દરજી સમાજમાં એક નવો ચીલો પાડયો છે કે પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ની આતમસિદ્ધી ગાથાઓ ને તથા તેમના સંપૂર્ણ જ્ઞાનની ફિલોસોફી પોતે તપ કરી ને આત્માસાત કરેલ છે એવા શ્રી પ્રકાશ પ્રભુ એ સરળતાથી પુરા બે કલાકના સતસંગમા તેમની આત્મલક્ષી વાતો સમજાવેલ.
આ અપુરવ અવસરે ભિલોડા, ગોધમજી, ચોરીવાડ, વસાઈ, મુનાઈ તથા અન્ય ગામના લગભગ બસો ભકતો કે જયા શ્રીમદ્ જેશીગ બાવજી તથા શ્રીમદ્ પ્રકાશ પ્રભુ ની પરમ ભક્તિ થાય છે, તેઓ સર્વ એ ભક્તિ નો લાહવો લીધેલો.
તદુપરાંત શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ તેમના કરકમલે એક "નિત્ય ભક્તિ સ્વાધ્યાય" પુસ્તિકા નું વિમોચન કરેલ. આ પુસ્તિકા તથા અન્ય એક પુસ્તક કે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ બહાર પાડવામાં આવેલ તે બન્ને પુસ્તકો હાજર દરેક ભકતોને તેમના સ્વહસ્તે પ્રદાન કરવામાં આવી હતી.
સતસંગ સમારોહની પુર્ણાહુતી પરમ ક્રુપાળુ દેવની સુંદર આરતી ઉતારી દરેક મુમુક્ષુઓ ભાવવિભોર બની ગયેલા તથા આખું વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય થઈ ગયેલુ.
આ સતસંગ સમારોહ નિમિતે મુમુક્ષુ શ્રી દિનકરભાઈ ચૌહાણે નીચે મુજબનું દાન ગુરુકૃપાથી તેમના તરફથી થયેલ છે:
1. Rs 25,000 શ્રીમદ્ રાજચંદ્ર સતસંગ પરિવાર, અમદાવાદ - એક હવાડા બનાવવાની સેવા માટે
2. Rs.5,000 ભિલોડાના પ્રાચીન જૈન દેરાસરના જીર્ણોદ્ધાર નિમિત્તે
3. Rs 2,000 સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ..મંદબુદ્ધિ અને રક્તપિત્તવાળા જીવોની સેવાર્થે
4. Rs 2,000 ભિલોડા કબુતરખાના મા કબૂતરના ચણ માટે
5. Rs 5,000 ગોધમજી હોસ્પિટલ માટે.
6. Rs.2,000/- વૈજનાથ મહાદેવ મંદિર, ભિલોડા
7. Rs.2,000/- દરજી સમાજવાડી, ભિલોડા રીપેરીંગ માટે
8. Rs.7,000/- આરતીમાં દાન પેટીમાં આવેલું કેજે ભિલોડા કબુતરખાના મા કબુતર ચણ માટે
9. Rs.5,000/- ઉદય સેવા સંસ્થામા શામળિયા મફત ટિફિન સેવા માટે
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: