રવિવાર સ્પેશિયલ 🌹 રામ નું જિંદગીનું હકીકત દર્શાવતું અતિ સુંદર ભજન 👇 Ram Bhajan prakriyavoice
Автор: prakriya voice
Загружено: 2025-11-22
Просмотров: 1465
રવિવાર સ્પેશિયલ 🌹 રામ નું જિંદગીનું હકીકત દર્શાવતું અતિ સુંદર ભજન 👇 Ram Bhajan prakriyavoice
ઘરડો થયો તોય સમજ્યો નહીં
_🙏🌿🍁🌷🍁🌿🙏_
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને
તોય શિખામણ દેતો રે
ક્રોધ આવે તને ઘડી ઘડી તું
રાતો પીળો થાતો રે
ક્રોધ કરે તારું કાંઈ નહિ વળે
પાછળથી પસ્તાતોરે....
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
પૈસાનો તે પોટલો બાંધ્યો
કોઈને કાંઈ ન દેતો રે
ઘરના વ્યવહાર હું ચલાવું
એમ વારંવાર કહેતો રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
જીભને સ્વાદે શીરો પુરી
ભજીયા તો બહુ ભાવે રે
દાંત ગયા ને ચોકઠું આવ્યું
સુખડી ચણા ચાવે રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
ખૂણામાં તારી ખાટલી ઢાળી
તોય નજરું રાખતો રે
સેવા મારી કોઈ કરતું નથી
એમ બધાયને કહેતો રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
મારું મારું કરીને મરી જવાના
સાથે ન આવે કાંઈ રે
વડાવા તારી પાછળ આવે
ફૂટેલી દોડી લઈ રે....
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
સગા વાલા ભેડા થઈને
બરાડા બહુ પાડે રે
પેટ ભરીને લાડવા ખાશે રે
બારમાના દાડે રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
વરસી તારી વારી જેસે
દીકરા ભાગ પાડે રે
દીકરી તારી રોતી રહેશે
કઈ ના આપે દાન રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
હાથી કરેલું સાથે રહેશે
પુણ્યદાન તારું રે
અંતે તારી સાથે આવશે
રામજી નું નામ રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં
તું રામ નું નામ લેતા રે
પુરુષોત્તમ કહેતી જાજો બાજી
તારા હાથમાં રે
રામ ભજી લ્યોભવ તજીલીયો
એમ વારંવાર કેતારે....
જય શ્રી રામ
🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: