આપેલો કોલ માંના પેટમાં રે જોજો ભૂલી ના જવાય જો
Автор: jay surapura kirtan
Загружено: 2026-01-18
Просмотров: 117
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય
ભૂલી જવાય ના વિસરી જવાય ના
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય....
ઊંધે માથે નવ માસ તું લટક્યો
ભવની ભાવટ માં બહુ બહુ ભટક્યો
માના ઉદરની વેદના રે કેમ ભૂલી જવાય
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય...
લક્ષ ચોયૉસી ના ફેરા ફરીને
આવ્યો છો તો કંઈક જાને કરીને
માયાના મોહમાં અંધ બન્યો રે કેમ ભૂલી જવાય
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય...
પાપ કર્મોથી તું ડરીને ચાલજે
ભક્તિ નું ભાથું સાથે તું બાંધજે
આ તો જૂઠા ઝંઝાળ ની માયા રે કેમ ભૂલી જવાય
જૂઠા જગતના વેવારમાં રે કેમ ભૂલી જવાય
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય...
ભક્તો માનવ દેહ મળ્યો છે મોંઘો
જોજે ના સમજીશ તું એને રે સોંઘો
આવેલો દાવ તારા હાથમાં રે કેમ ભૂલી જવાય
આપેલો કોલ માના પેટમાં રે કેમ ભૂલી જવાય...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: