ગરબો - કીયે નગર થી અંબાજી ઉતર્યા | નાદબ્રહ્મ સંગીત વૃંદ
Автор: Khushboo Desai
Загружено: 2025-03-29
Просмотров: 10266
ગરબો "કીયે નગરથી અંબાજી ઉતર્યા જી રે"
શબ્દ:- શ્રી વિહારભાઇ મજમુદાર
સ્વરાંકન:- શ્રી વિહારભાઇ મજમુદાર
પ્રસ્તુતિ:- ખુશ્બૂ દેસાઈ કૃત નાદબ્રહ્મ સંગીત વૃંદ
Video shoot, edited & mixed by રૂચિર દેસાઈ
અનેરી દેસાઈ
માધવીબેન દેસાઈ
અનંગીબેન મહેતા
અર્પિતાબેન ઓઝા
ધ્યાન ઓઝા
ઉમાબેન મહેતા
ગરવીબેન મહેતા
કાનનબેન ત્રિવેદી
ઋત્વિ શાહ
ખૂશ્બુ દેસાઇ
કી બોર્ડ- પ્રાર્થી ઝાલા
તબલા - ભવ્ય વ્યાસ
Lyrics
=====================
કીયે નગરથી અંબાજી ઉતર્યા જી રે
ગબ્બરને ગોખથી અંબાજી ઉતર્યા
ઝાંઝર ઝણકાવતા જી રે
ઝાંઝરની ઘૂઘરી દડતી રે જાય
એને લોચન લગાડવી જી રે
કીયે નગરથી બહુચરમાં ઉતર્યા જી રે
શંખલપુરથી બહુચર માં ઉતર્યા
પાની ઠમકાવતા જી રે
પાનીના ઠમકારે સૂરજ ઉગ્યો ને
એણે અજવાળા પાથર્યા જી રે
કીયે નગરથી ઈન્દ્રાણી ઉતર્યા જી રે
ઇન્દ્ર તે પુર થી ઈન્દ્રાણી ઉતર્યા
મુખડું મલકાવતા જી રે
મલકંતે મુખડે વેરાયા ફુલ
મ્હેક એની પ્રસરાવવી જીરે
કીયે નગરથી મહાકાળી ઉતર્યા જી રે
પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળીમાં
ધરણી ધ્રુજાવતા જી રે
ધરણી પર ઉતર્યા મહાકાળી માત
એની આરતી ઉતારવી જી રે
કીયે નગરથી મેલડી માં ઉતર્યા જી રે
પરોલી ગામ થી ઉતર્યા માં મેલડી
તાળી વગાડતા જી રે
તાળીના નાદ થી ગુંજયુ બ્રહ્માંડ
વિશ્વ આખુંયે નાચતું જી રે
શબ્દ અને સ્વરાંકન:- શ્રી વિહારભાઈ મજમુદાર.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: