રસ્તો બંધ કરી દીધો તો ખુલ્લો કેવીરીતે કરાવવો | રસ્તા બંધની અરજી કયાં કરવી | ખેરત જવાનો રસ્તો બંધ કરી
Автор: કાયદાની વાતો
Загружено: 2025-04-18
Просмотров: 37860
રસ્તો બંધ કરી દીધો તો ખુલ્લો કેવીરીતે કરાવવો | રસ્તા બંધની અરજી કયાં કરવી || ખેરત જવાનો રસ્તો બંધ કરી દિધો શુ કરવુ
રસ્તો બંધ કરી દિધો હોઈ તેને ખુલ્લો કરાવવા માટે કાનૂન | Right to Way, How to Re-Open Closed Road
ખેતરમાં આવવા જવાનો રસ્તો કોઈ બંધ કરે તો મામલતદાર તેને ઓપન કરાવી શકે છે કોઈને પોતાના ખેતરમાં આવવા જવાથી અટકાયત ઉભી કરી શકાય નહિ નામદાર ગુજરાત હાઈકોર્ટ નો ચુકાદો
ખેતી ના શેઢા પાડોશી સાથે ની તકરાર ના નિવારણ માટે કાયદા કાનૂન જાણો ||sedha mate kayda ||Krushi Mahiti
રસ્તા નાં પ્રશ્નો અને જવાબો - Right to Way, How to Re-Open Closed Road -
કાયદા ની માહિતી
આજે આપડે વાત કરીશું મામલતદાર કોર્ટ કલમ કલમ 5 વિશે
મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 જેમાં તમારો જાહેર રસ્તો બંધ કરી દિધો હોઈ
નદી નાળા બંધ કર્યા હોઈ
સેઢા પર દબાણ અથવા બીજા પાડોશી હક્ક જમાવતા હોઈ
તો તેવા કિસ્સા માં મામલતદાર કોર્ટ એક્ટ ની કલમ પાંચ મુજબ
જેતે ગામના ખેડૂતે ત્યાં મામલતદાર શ્રી પાસે ફરિયાદ કરવાની, પરંતુ આ રસ્તો જે છે એ પરંપરાગત જૂનો રસ્તો હોવો જોઈએ નવો રસ્તો હોવો જોઈએ નહીં.
તેવા સંજોગોમાં મામલતદાર શ્રી ને અધિકાર આપેલો છે કે તે રસ્તો નદીનાડાઓ ખુલ્લા કરાવી શકે.
આ અરજીમાં ખેડૂતે દર્શાવવાના મુદ્દાઓ
રસ્તો ચાલુ છે અને બંધ કર્યો છે તો કોને બંધ કર્યો છે તેનું પૂરું નામ લખવાનું
કયા કારણો સર બંધ કર્યો છે.
કેવિરિતે બંધ કર્યો છે.?
માટી થી અથવા કાંટાવાળી વાડ થી કે પથ્થર ની દિવાલ ચણીને બંધ કર્યો.?
આવું વહેણ અથવા તો નદી નાળા રસ્તા ખુલ્લા કરવાનો અધિકાર પણ મામલતદાર કોર્ટ એકટ કલમ 5 આધારે મામલતદાર ખુલ્લા કરાવી શકે
મામલતદાર કોર્ટમાં અરજી કરો ત્યારે સામે વ્યક્તિની માહિતી સાથે સાથે તમારી પણ માહિતી આપવી જરૂરી છે
જેમ કે નામ ધર્મ ઉંમર ધંધો શું કરે છે વગેરે
એમાં તમારા દસ્તાવેજ પણ હોવા જરૂરી છે પ્રુફ તરીકે
બીજો નિયમ પણ જાણી લેવો જરૂરી છે કે તમારો એ રસ્તો બંધ થયાના છ મહિના ની અંદર તમારે અરજી કરવાની હોય છે છ મહિના પછી ની તારીખ તમે લખશો તો અરજી સ્વીકારવામાં આવશે નહીં
બાજુ માંથી નદી નાળું પસાર થતું હોય અને આગળ નો ખેડૂત પાણી ની જાવક બંધ કરી દે..પાણીના
નિકાલ બાબતે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી કરી શકો છો .
મામલતદાર કોર્ટે કચેરીના આખરી નિર્ણય કેવી રીતે હોય છે.
*બની શકે કે મામલતદાર કોર્ટે કચેરી માં અરજી કર્યા પછી તરત કોઈ જવાબ ના મળે..
*એવું પણ બને મામલતદાર કોર્ટે કચેરી તમને કહી દે કે અમે હુકમ કરી દિધો છે તમે પોલીસ રાખી રસ્તો ખુલ્લો કરાવી
તો એનું પણ પ્રાવધાન છે.
અધિનિયમની કલમ 21 (1) મુજબ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ કરવામાં આવેલ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી મહેસૂલી અધિકારીઓની જ હોઈ છે. તેથી રસ્તો ખુલ્લો કરાવવા ની જવાબદારી અધિકારો ની જ બને
આ કલમ મુજબ મામલતદારનો નિર્ણય અવરોધ દૂર કરવા માટે અથવા કબ્જો સોંપવા માટે અથવા ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવા માટે ગ્રામ અધિકારીઓ (તલાટી) અથવા તાબાના કોઈ અધિકારી (નાયબ મામલતદાર કે સર્કલ અધિકારી) અથવા તેને યોગ્ય લાગે તો બીજી રીતે હુકમ કાઢીને અમલમાં લાવશે.
આ અધિનિયમની કલમ 23(1) હેઠળ મામલતદારે કરેલ કોઈપણ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. માત્ર જિલ્લા કલેકટર પોતે આ અધિનિયમની કલમ 23(2) મુજબ આવા કોઈ દાવાનું રેકર્ડ માંગવીને તપાસી શકશે
કાર્યવાહી કે હુકમ ભૂલ ભરેલો જણાશે તો પક્ષકારોને નોટિસ આપી રૂબરૂ સાંભળીને યોગ્ય તે હુકમ કરી શકશે. ઘણા તાલુકાઓમાં કલેકટરે આ સત્તા પોતાના તાબા હેઠળના નાયબ કલેકટરોને આપવામાં આપેલ હોય છે.
kayda ni mahiti
sedha pala na kayda
kheti na rasta na niyam
khetut kayda
khedut Mahiti kendr
pani na halan ni mahiti
#krushimahitiletest
#ravikotadiya
#khetikayda
#sedhonitakrar
#મામલદાર
#કલમ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: