જાજા તોફાન કાના રેવાદે | લખેલું છે 👇🏻 | Jaja Tofan Kana Revade | Mahila Mandal Bhajan
Автор: Dayaben Vaghani Shorts
Загружено: 2026-01-12
Просмотров: 1076
#dayaben #સત્સંગ #bhajan
SHIV SHAKTI MANDAL PRESENT
====== જાજા તોફાન કાના રેવા દે =======
જાજા તોફાન તારા કાના રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
વાસીદા કરું તો મારી પાછળ પાછળ આવે
સુંડલો ચડાવાનું રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
વાલા જાજા તોફાન તારા રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
ગાય દોવા જાવ તો મારી પાછળ પાછળ આવે
વાલા વાછરુને છોડવાનું રેવાદે
ચાલ તારી મૈયાને કેવા દે
જળ ભરવા જાવ તો મારી પાછળ પાછળ આવે
વાલા બેડલાં ચડાવાનું રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
વલોણાં વલોવું મારી આગળ પાછળ ફરે
વાલા માખણને ચોરવાનું રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
મહિ વેચવા જાવ ત્યાંતો પાછળ પાછળ આવે
મારગને રોકવાનું રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
સર્વે ગોપી નાયે મારી પાછળ પાછળ આવે
વાલા ચીરને ચોરવાનું રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
જાજા તોફાન તારા કાના રેવા દે
ચાલ તારી મૈયાને કેવા દે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: