હો હો રે વાલો નાત નથી જોતો - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
Автор: Nimavat Vasantben
Загружено: 2025-05-28
Просмотров: 95998
હો હો રે વાલો નાત નથી જોતો
નાત નથી જોતો વાલો જાત નથી જોતો
હો હો રે વાલો નાત નથી જોતો...
શબરી બાઈ તો જાતના છે ભીલડી
ભીલડી ના એઠા બોર પ્રેમથી આરોગતો
હો હો રે વાલો નાત નથી જોતો...
નરસિંહ મહેતા જાતના નાગર બ્રાહ્મણ
એને જઈને જેલમાં હાર પહેરાવતો
હો હો રે વાલો નાત નથી જોતો...
ગોરા કુંભાર હતા જાતના કુંભારી
એના ઘરે રહીને વાલો માટલા રે ઘડતો
હો હો રે વાલો નાત નથી જોતો...
નામદેવ તો છે જાતના દરજી
દર્શન કરીને વાલો દૂધ પી જાતો
હો હો રે વાલો નાત નથી જોતો...
મીરાબાઈ હતા મેવાડના રાણી
ઝેરના કટોરા પીવા દોડી દોડી આવ્યો
હો હો રે વાલો નાત નથી જોતો...
સુખિયા હતા જાતના માલણ
એના ખોળામાં બેસી ફળ રે ખાતો
હો હો રે વાલો નાત નથી જોતો...
દામજી ભગત હતા જાતના હરીજન
હરીજન ના રૂપે વાલો દેવું ચૂકવતો
હો હો રે વાલો નાત નથી જોતો...
રોહીદાસ જાતના ચમાર હતા
રોહીદાસની મૂર્તિમાં વાલો જઈ સમાતો
હો હો રે વાલો નાત નથી જોતો...
વિદુરજી જાતના હતા દાસીપુત્ર
એના ઘરે જઈને વાલો ભાજી રે આરોગતો
હો હો રે વાલો નાત નથી જોતો...
ગોપીઓ જાતના આહિર હતા
એના ઘરના માખણ વાલો ચોરી ચોરી ખાતો
હો હો રે વાલો નાત નથી જોતો...
મધુમંગલ હતા જાતના બ્રાહ્મણ
એના મોઢાની વાલો એઠી છાશ પીતો
હો હો રે વાલો નાત નથી જોતો...
ભક્ત મંડળ તો આનંદે ગાય છે
દર્શન દેવાને વાલા દોડી દોડી આવો
હો હો રે વાલો નાત નથી જોતો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: