Dashama Bavni - Saloni Thakor | દશામાં બાવની | Dashama New Song | Bhakti Song 2025 | Lyrical Video
Автор: Royal Digital Bhakti
Загружено: 2025-07-19
Просмотров: 36371
Royal Digital Bhakti Present .....
Dashama Bavni - Saloni Thakor | દશામાં બાવની | Dashama New Song | Bhakti Song 2025 | Lyrical Video | @royaldigitalbhakti
#royaldigitalbhakti #salonithakor #dashamaa #dashamasong #bhaktisong #bhakti #gujaratisong #newgujaratisong
Title : Dashama Bavni ( દશામાં બાવની )
Singer : Saloni Thakor
Lyrics : Rajesh Chauhan
Music : Jayesh Sadhu
Recording :
Master Studio ( Anand )
Maa Studio ( Vavol )
Video Edit By : Amit Patel
Design : Raj Charoliya
Producer : Vijaysinh Gol (Vavol)
Label : Royal Digital Bhakti | @royaldigitalbhakti
Full Song Also Available On :
♫ Instagram : / 1099723958923403
♫ Gaana : https://gaana.com/song/dashama-bavni
♫ Spotify : https://open.spotify.com/track/0k3gdY...
♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/dashama...
♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FHJ9...
♫ Apple Music : / dashama-bavni
♫ Youtube Music : • Dashama Bavni
Lyrics In Gujarati :
દશામાંની બાવની
હું તો સમરુ છુ તુજને દશામાં માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
હુતો ભજુ છુ તુજને મોરાગઢવાળી
મારા જીવન માં અજવાળુ કરનારી ..(2)
હું તો સમરુ છુ તુજને દશામાં માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
તું તો કણરે કણમાં વશે છે માડી
પરમાણું માં પ્રકાશ કરનારી
હો તું તો કણરે કણમાં વશે છે માડી
પરમાણું માં પ્રકાશ કરનારી
તારી લીલા તણો માં પાર નહીં
સેવા તારી કરતા દુખ આવે ક્યાંથી ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
અખંડ દિવડા બળતા ઘેર ઘેર તારા
તારી સેવાથી થાતી લીલા રે લેર
હો અખંડ દિવડા બળતા ઘેર ઘેર તારા
તારી સેવાથી થાતી લીલા રે લેર
કુળ કુટુંબને તું તો તારે માડી
તારી સેવાથી લીલી વાડી થાતી માડી..(2)
હું તો સમરુ છુ તુજને દશામાં માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
ઊંચી સાંઢલળીયે તારી શોભે અસવારી
ભોળા ભક્તો ના દુખડા ભાગનારી
હો ઊંચી સાંઢળીયે તારી શોભે અસવારી
ભોળા ભક્તો ના દુખડા ભાગનારી
સ્વરૂપ તારુ છે માડી સદા શુભકારી
તારી મૂર્તિ સોહે છે મંગલકારી ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
સેવા સમરણ સદા માં શુભદાઈ
તારુ વ્રત છે માડી સદા ફળદાઈ
સેવા સમરણ સદા માં શુભદાઈ
તારુ વ્રત છે માડી સદા ફળદાઈ
તું તો ખાલી ખોડા માડી ભરનારી
દેવી દશામાં દાડો તુ વારનારી..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
તું તો જગદંબા સ્વરૂપે જોગમાયા
સદા ભક્તો ને દેતી સુખની છાયા
તું તો જગદંબા સ્વરૂપે જોગમાયા
સદા ભક્તો ને દેતી સુખની છાયા
મંગલ કરતી સદા તું મહેશ્વરી
સઘળા રુપે છે એક માં પરમેશ્વરી ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
વગર માંગે તું દેતી માં દાનેશ્વરી
આખા જગતને પોષે તું ઈશ્વરી
હો વગર માંગે તું દેતી માં દાનેશ્વરી
આખા જગતને પોષે તું ઈશ્વરી
અન્નપુર્ણા અવતારી તું આધ્યશક્તિ
ભવ બંધન કાપે માં તારી ભક્તિ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
દશમા અવતારે દશામાં તું કેવાઈ
ઘેર ઘેર ને ઉમરે માં તું પૂજાઈ
હો દશમા અવતારે દશામાં કેવાઈ
ઘેર ઘેર ને ઉમરે માં તું પૂજાઈ
દાનવ મારીને દેવોને ઉગારનરી
શક્તિ રુપે અસૂરને સ્હાંરનારી..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
નામ તારુ માં છે સદા મંગલકારી
કાઠા કષ્ટ માડી તું તો કાપનારી
હો નામ તારુ માં છે સદા મંગલકારી
કાઠા કષ્ટ માડી તું તો કાપનારી
અવળી દશાને તું તો માં સવળી કરે
દુખડા ભાગીને સુખ દેનારી..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
તું તો જ્ઞાનની જ્યોતમાં જળહળ કરે
માંગ્યા વરદાન માંડી તું તો આપે
તું તો જ્ઞાનની જ્યોતમાં જળહળ કરે
માંગ્યા વરદાન માડી તું તો આપે
તું તો ભાગ્ય ની ભેરુ બનતી માડી
મધદરિયેથી નૈયા તારે માડી ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
તારી લીલાઓ સઘડે જણાય માડી
તું તો ભક્તો ને ભેળી રહેતી દશામાડી ..(2)
કામ-ક્રોધ ને મોહ થી છોડાવે માડી
જીવન ધન્ય બનાવે દશામાં માડી ..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
સુર્ય ચંદ્રને તારાને ચમકાવે તું
નવ ગ્રહો ને ફરતા રાખે માં તું
હો સુર્ય ચંદ્રને તારાને ચમકાવે તું
નવગ્રહો ને ફરતા રાખે માં તું
સાતે ભુવનમાં તું સંચરતી
આખા વિશ્વને માડી ચલાવે છે તું..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
આભા મંડળમાં છબી તારી મઢી
મારા જીવનમાં સેવા ની આવી ઘડી
હો આભા મંડળમાં છબી માં તારી મઢી
મારા જીવનમાં સેવા ની આવી ઘડી
તારી બાવની જે કોઈ ભાવે ગાવે..(2)
એના કુળ કુટુંબની ચડતી થાવે..(2)
હું તો સમરુ છુ તુજને દશા માડી
માડી અંતર ની આશા તું પુરનારી..(2)
માડી અંતર ની આશા તું પુરનારી..(3)
જય દશામાં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: