Junagadh ચાંદની હત્યાકાંડ પાર્ટ 2
Автор: Namaste Gir News
Загружено: 2025-12-08
Просмотров: 3100
#Crimestory #Junagadh #Girsomnath જૂનાગઢના દાતાર પર્વત પર બનેલી જઘન્ય ઘટનાના
આરોપીઓ કોઇ રીતે પોલીસના હાથમાં આવતા નહોતા.
આરોપીઓ ક્યાં જતા રહ્યા એનું કોઇ પગેરું મળતું નહોતું.
છેવટે આરોપીઓની બાતમી આપનારાને ઇનામ આપવાનું જાહેર કરાયું. કોઈ સમાજે દોઢ લાખ રૂપિયા તો કોઇએ વ્યક્તિગત રીતે 51 હજાર રૂપિયા ઇનામ આપવાનું એલાન કર્યું, પણ કોઇ નક્કર બાતમી ન મળી.
દિવસો વીતતા ગયા,
દિવસો મહિનામાં બદલાયા અને મહિનાઓ વર્ષોમાં. આમને આમ અંદાજે 2 વર્ષ જેવો સમય વીતી ગયો હતો.
આ સમય દરમિયાન જૂનાગઢ રેન્જ આઇજી અને એસપી પણ બદલાઇ ગયા. એસ.જી.ભાટી જૂનાગઢ રેન્જ આઇજી હતા અને મનીન્દરસિંહ પવાર જૂનાગઢના એસપી હતા.
આ દરમિયાન પોલીસની નજર આરોપીઓના પરિવાર પર પણ હતી. પોલીસને જાણવા મળ્યું કે એક આરોપી ના લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હતા. તેની પૂર્વ પત્ની કચ્છમાં રહેતી હતી અને એક પુત્ર પણ હતો.
હવે પોલીસે તે આરોપી ની પત્ની પર વોચ વધારી. તેની પત્ની પાસે એક મોબાઇલ હતો, જેનો નંબર પોલીસે અત્યંત ગુપ્ત રીતે મેળવી લીધો. . આ મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ કઢાવી, જેનું એનાલિસિસ કર્યું તો પોલીસને એક કડી મળી.
કોલ ડિટેઇલમાં પકડાયું કે આરોપી પત્નીના મોબાઇલ નંબર પર દર મહિને મુંબઇના એક લેન્ડલાઇન નંબર પરથી ફોન આવતો હતો. કોલ ડ્યુરેશન પણ થોડી જ મિનિટોનું રહેતું. પોલીસને આ લેન્ડલાઇન નંબર શંકાસ્પદ લાગ્યો. તપાસ કરી તો ખબર પડી કે આ નંબર મુંબઇના બોરીવલી વિસ્તારના એક STD PCOનો હતો
હવે આગળ ??
#Banasnews #Sabarkathanews #Crimenews #Crimepetrolgujarat #Crimetak #Crimekahani #Gujaratcrime #Porbandarcrime #Gondalcrime
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: