S.C.J. TAPOVAN JAIN SCHOOL-SURAT | THE GRAND OPENING | HIGHLIGHT
Автор: SCJ TAPOVAN JAIN SCHOOL
Загружено: 2023-05-18
Просмотров: 3348
સુરતની ધન્યધરા પર સર્વપ્રથમ તપોવન શૈલીની શ્રી ધન્ના શાલીભદ્ર ટ્રસ્ટ સંચાલીત
S. C. J. Tapovan Jain School, pal નું ભવ્યાતિ ભવ્ય ઉદ્દઘાટન થયું.
તા. 14 મે, 2023ના રવિવારે પાલનપોર કેનાલ રોડ, પાલ - સુરત મધ્યે, વૈયારાગ્ય વારિધી આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી મલયકિર્તીસૂરીશ્વરજી મહારાજ સાહેબ(કોંકરેજ સમાજ રત્ન), આચાર્ય શ્રી મુકિતનીલયસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પદસ્થ સાધુ - સાધ્વીજી ભગવંતો ની પાવન નિશ્રામાં S. C. J. Tapovan Jain School નું ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો
.આ પ્રસંગે ગુજરાત ના માનનીય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અતિથિ વિશેષ તરીકે પધારેલ, સ્કુલ પરીવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમણે જણાવ્યું કે " શિક્ષણ સાથે સંસ્કાર ખૂબ જ જરૂરી છે. જૈનાચાર્યશ્રી દ્વારા પ્રેરીત આવી સ્કૂલો જ રાષ્ટ્ર રક્ષા ધર્મરક્ષા સંસ્કૃતિ રક્ષા કરી શકશે " સ્કુલ સંકુલના મુખ્ય લાભાર્થી શેઠ શ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી પરિવાર (અભયભાઇ, રાજેશભાઇ,સત્યેનભાઇ સહીત સમગ્ર પરીવાર), ફેઝ 2 સંકુલના મુખ્ય દાતાશ્રી કંપાણી પરીવારના સુપુત્રી ફેનીકા બેન, કેતનભાઇ, તેમજ સ્કુલ સંકુલના ફલોર વાઇઝ મુખ્ય શ્રેષ્ઠીવર્ય શ્રીમતી સંઘવી સેવંતીભાઇ શાહ પરીવાર(સેજલ જેમ્સ), સેવંતીભાઇ.પી શાહ પરીવાર (વિનસ જવેલ) શ્રી સંદીપભાઈ બારડોલી પરીવાર, સહાયક ભૂમિદાતા શ્રી ભરતભાઈ શાહ (છાયડો) પરીવાર, પ્રવીણભાઈ લીંબડીવાળા, સૌજન્ય ભૂમિદાતાશ્રી નરેશભાઇ મુજપુર પરીવાર, રમીલાબહેન દિનેશભાઇ દલાલ પરીવાર, કમળાબહેન લીલાચંદભાઇ વેલાણી પરીવાર સહીત તમામ દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવ્યું. માનનીય કોર્પોરેટર શ્રી નેન્સીબેન, ભૂતપૂર્વ ડે. મેયર શ્રી નીરવભાઈ શાહ નું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
મુનિરાજ શ્રી સંવેગકીર્તિવિજયજી મ.સાહેબ એ માર્મિક પ્રવચન આપ્યું. તપોવન સ્કૂલ ના જ બાળકો દ્વારા અનેક પ્રકારના અદ્ભુત કાર્યક્રમો પણ કરાયા હતા.
શ્રી પ્રફુલભાઈ રાઠોડ દ્વારા સમગ્ર કાર્યક્રમના સફલ સંચાલન તેમજ મધુર કંઠી શ્રી ક્રિશ મહેતાએ સંગીતના સુર સાથે આ કાર્યક્રમ માં અદ્ભુત રંગ જમાવ્યો હતો.
૧૫૦૦ થી પણ વધુ માનવ મહેરામણે નયન રમ્ય આ પ્રસંગ ને માણ્યો હતો. L.E.D. screen દ્વારા સમગ્ર કાર્યક્રમ ને લાઈવ તેમજ સ્કૂલ ની હાઇલાઇટ્સ બતાવવામાં આવી હતી.
*પ. પુ. મલયકીર્તિસુરીજી પ્રેરીત આ જૈન સ્કુલ સંકુલના ઉદ્દઘાટનના આ સમારોહમાં સુરત, મુંબઇ, અમદાવાદ વિગેરે સ્થળોએથી લલીતભાઇ ધામી (બાપુજી),મિલનભાઇ પરીખ, દીલીપભાઇ મહેતા(ઉમરા સંઘ) ડૉ.સંજયભાઇ,રમણીકભાઇ. પી.શાહ(વિનસ જવેલ),
પરેશભાઇ પટવા, તુષાર મહેતા(યુવા મહાસંઘ) પ્રવીણભાઇ(અકિત જેમ્સ), મુકેશભાઇ (સરેલાવાડી), પ્રવીણભાઇ આબાણી, પ્રતીકભાઇ હેક્કડ, સી.એમ.શાહ, રમેશભાઇ શેઠ,નરેશભાઇ મુજપુર, રોહિતભાઇ, ચિનુભાઇ, ગુંજારીયા,અનીલભાઇ , શૈલેષભાઇ રણાવાડા, દીપકભાઇ, હર્પદભાઇ, કીરીટભાઇ અજાર,અશોકભાઇ સહિત મોટી સંખ્યામાં પધારી કાર્યક્રમને સફળ બનાવેલ, શ્રી ધન્ના શાલીભદ્ર ટ્રસ્ટ પરીવાર સમગ્ર પ્રસંગને સફળ બનાવવા બદલ પધારેલ તમામ મહેમાનોનો આભારી છે.*
આચાર્ય શ્રી મલયકિર્તીસૂરીશ્વરજી મહારાજા ની પાવન પ્રેરણા થી તથા અંતર ના આશીર્વાદ થી શ્રી ગિરીશભાઈ શેઠ, શ્રી અનિલભાઈ શેઠ, શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ, શ્રી મનનભાઈ દરબાર તથા તેમની ટીમ દ્વારા આ સંકુલ નું નિર્માણ માત્ર એક જ વર્ષ ના ટુંકા સમય ગાળા દરમિયાન પૂર્ણ કરવા માં આવેલ છે. તે ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માં વર્ષ દરમિયાન ખડે પગે હંમેશા સાથ આપતા શ્રી રાજુભાઈ વારૈયા, શ્રી પરેશભાઈ શેઠ, શ્રી અદીપભાઇ, શ્રી અનુજભાઇ, શ્રી ઉમેશભાઈ, શ્રી શૈલેષભાઇ (મામલતદારશ્રી), મહેન્દ્રભાઇ જૈન, શ્રી પક્ષાલ અજબાણી, શ્રી મોક્ષેસ શાહ, શ્રી પ્રિન્સ શાહ, શ્રી પૂજન શાહ, શ્રીમતી કિંજલબેન તેમજ કોંકરેજ સમાજ (સુરત) અને જશ પરીવાર અનેક કર્તવ્ય નિષ્ઠ કાર્યકરોનો અદ્ભુત સાથ સહકાર મળેલ છે.
સ્કૂલના નવા આ સંકુલમાં જૂન 2023 થી ધોરણ - 1st to 8th સુધી નું શિક્ષણ આપવાનું કાર્ય શરૂ થશે.
પાલ - અડાજણ - વેસુ - અથવાલાયન્સ માં હાલ માં આ સ્કૂલ ની બ્રાન્ચ ચાલુ છે, જેમાં 470 થી પણ વધુ બાળકો ઉચ્ચ શિક્ષા ની સાથે સંસ્કારો નું સિંચન કરી રહ્યા છે.
આ પ્રસંગને આપ સુહની ઉપસ્થિતી અને શુભ આશિષથી ખુબ જ સુંદર રીતે સંપન્ન થયેલ તે બદલ શ્રી ધન્ના શાલિભદ્ર ટ્રસ્ટ આપ સહુનો આભાર મને છે.
આપ સહુનો સાથ -સહકાર અને આશીર્વાદ અમને હંમેશ માટે ઉર્જા આપે...
અનુદાન અને વિશેષ માહિતી માટે
(1)Surat Girishbhai sheth 9825426065
(2)Anilbhai Sheth 9825297290
(3) ગુરૂદેવશ્રી નો સંપર્ક Jayendrabhai 8104334010 (call) 9638398560 (watsspp)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: