હાલોલમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી: સ્વામિનારાયણ જ્યોત મંદિરે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક
Автор: EDUCATION DUNIYA news
Загружено: 2026-01-10
Просмотров: 260
હાલોલમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી: સ્વામિનારાયણ જ્યોત મંદિરે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ
લોયાધામની પરંપરાનું સ્મરણ: હાલોલમાં શાકોત્સવ અંતર્ગત સુરા ખાચરના દરબારમાં ભગવાનની લીલાના ચિત્રોનું અનાવરણ
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના કંજરી–ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શાકોત્સવ ભક્તિભાવ, પરંપરા અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો. આ શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતો મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ બન્યો.
શાકોત્સવ અંતર્ગત લોયાધામ ખાતે પરમ ભક્ત સુરા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાનના સમયની લીલાઓ દર્શાવતા ચિત્રોનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિરે સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
હાલોલ શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિરે આયોજિત શાકોત્સવમાં વડતાલ ધામથી પધારેલા પરમ પૂજ્ય સદ્. શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશ સ્વામીજી (પ્રમુખશ્રી, સત્સંગ મહાસભા – વડતાલ ધામ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વડતાલથી આવેલા સંતોનું હાલોલ મંદિરના સંતો સાધુ કેશવસ્વરૂપદાસ, સાધુ સંતપ્રસાદાસ તેમજ હરિભક્તોએ ફુલહારથી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નૌત્તમપ્રકાશ સ્વામીજીએ જણાવ્યું હતું કે શાકોત્સવની પરંપરા સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલી આવી રહી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું વિશિષ્ટ અને આગવું મહત્વ છે. તેમણે હાલોલ શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિરના સંતો અને હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોયાધામ ખાતે લગભગ ૨૦૦ વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં શાકોત્સવનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે. તે સમય દરમિયાન રીંગણનું શાક બનાવવામાં આવતું હતું અને આ પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી આવી છે. આજ પણ જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરો આવેલા છે, ત્યાં શિયાળાની ઋતુમાં શાકોત્સવની સોડમ પ્રસરી જાય છે. ધીમે ધીમે બનાવેલું રીંગણનું શાક, બાજરી કે મકાઈના રોટલા, ગોળ તેમજ કઢી-ખીચડી સાથે પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
હાલોલ શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિરે શાકોત્સવ દરમિયાન વહેલી સવારથી સંતસંગી બહેનો દ્વારા રોટલા બનાવવાની સેવા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી. પ્રસાદ રૂપે લગભગ ૧૫ મન રીંગણથી તૈયાર કરાયેલું રીંગણનું શાક મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક ગ્રહણ કર્યું હતું.
આ શાકોત્સવમાં મંડળ, સાવલી, વાસણા, કોતર્યા, રવાલિયા, ભમરીયા, બોડેલી, સંખેડા, સુરત, વેરા, ઊંચામાળા તેમજ હાલોલ નગર અને કંજરી ગામમાંથી મોટી સંખ્યામાં હરિભક્ત મંડળોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને પરંપરાની સુગંધ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: