ભજન લખ્યુ છે હર્ષા પટેલ. અરે વાહ શું જોરદાર ભજન લઈ ને આવ્યા છે મઝા પડશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.
Автор: pinal patel
Загружено: 2025-05-24
Просмотров: 74642
મારી નમ્ર વિનંતી છે કે આ ભજન અંત સુધી આખુ જોશો.
નવું ભજન છે મઝા ખૂબ આવશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને આ ભજનની રમઝટ જોરદાર છે અને કયારેય subscribe કરવાનું ના રહી જાય એટલું યાદ રાખજો.
બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ 9429196703
હર્ષા પટેલ 8401325541
-------------------------------કૌમેડી ભજન-----------------
મારા ઘરમાં ભર્યુ બજાર , બહાર મારે શું કરવા જવાય (2)
મારું રાખે સૌએ ધ્યાન , બહાર મારે શું કરવા જવાય
સસરા મારા ગુરુના સેવક , સિધ્ધ કરેલી માળા લાવ્યા
માળા કરતી સાંજ સવાર બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર..........
સાસુ મારા બહુ હરખીલા
એ તો ગ્યાતા જાત્રા કરવા
બનારસ ધામથી સાડી લાવ્યા
સિલ્કની સાડી લાવ્યા ચાર બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર.........
પરણ્યો મારો કામણગારો
એ તો ગ્યાતા દુબઈ ફરવા
દુબઈથી એ સોનું લાવ્યા
એનો ઘડાવ્યો નવલખ હાર , બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર..........
જેઠજી મારા ભલા ને ભોળા
આલ્ફા મોલથી મોજડી લાવ્યા
મોજડીનું આવી ગયું મને માપ , બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર.........
જેઠાણી મારી બેની જેવી
ઘરના કામે બજાર જાતી
બંગડી લાવે ટીલડી લાવે
લાવી મારી ગજરાની જોડ ચાર, બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર..........
નાની નણંદી લાગે બહુ વ્હાલી
રૂમઝુમ કરતી ઘરમાં ફરતી
નાના મોટા કામો કરતી જાય, બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર.........
દેરાણી મારી ભકિત વાળી
મંદિર જાય મહાદેવ જાય
રોજ મને આપે પ્રભુનો પ્રસાદ , બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર.........
મીનાબેન મારા બહુ મોજિલા
અમેરિકાથી આઈ ફોન મંગાવ્યો
પીનલ પટેલની ચેનલ બનાવી
સખીઓ મળી સૌ ભજનો કરતી
યુ ટ્યૂબમાં થી રૂપિયા આવતા
સખીઓ ને તો જાત્રા કરાવતા
ઘેર બેઠા થાય છે દાન ને પુણ્ય, બહાર મારે શું કરવા જવાય
મારા ઘરમાં ભર્યુ બજાર, બહાર મારે શું કરવા જવાય
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: