નડિયાદ : મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા નો સંતો અને રાજકીય નેતાઓ ની ઉપસ્થિતીમાં શુભારંભ
Автор: Charotar Kheda News
Загружено: 2025-12-06
Просмотров: 504
કલા મહાકુંભમાં મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ,ખેડા, આણંદ,વડોદરા શહેર,વડોદરા ગ્રામ્ય,મહીસાગર, દાહોદ,મોરબી અને પંચમહાલ જિલ્લાઓના ૧૫૦૦ થી વધુ સ્પર્ધકો બન્યા સ્પર્ધાની રોનક સ્પર્ધામાં ગરબા, વાયોલિન,વાંસળી,સિતાર,ગિટાર,કુચીપુડી,ઓડીસી, મોહિની અટ્ટમ,દુહા છંદ ચોપાઈ,કાવ્ય લેખન,ગઝલ શાયરી લેખન જેવી કૃતિઓની રજૂઆત બાળ અને યુવા પ્રતિભાઓની કલાને યોગ્ય મંચ આપતા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડીઆદ ખાતે થી મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬નો સુંદર શુભારંભ કરવામાં આવ્યો.મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રદેશકક્ષા કલા મહાકુંભમા ઉપસ્થિત રહી યુવા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ખેડા-નડીઆદ દ્વારા “મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા ૦૫ ડિસેમ્બર થી ૦૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. જેમાં, મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, મહીસાગર, દાહોદ, અને પંચમહાલ એમ કુલ ૧૦ જિલ્લાના ૩૫૦૦ થી વધુ યુવા કલાકારો ભાગ લેશે. આજે, ૦૫ ડિસેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ સ્પર્ધકોએ સહભાગી બની તેમની કલા પ્રતિભાની પ્રસ્તુતિ કરી હતી.આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે કલા મહાકુંભના માધ્યમ થી ગુજરાતના યુવા કલાકારોની કલાને વૈશ્વિક મંચ પર ઓળખ મળી છે. લોકકલાએ ગુજરાતની ઓળખ છે. નવી પેઢીને સાંસ્કૃતિક વારસાની સુગમ ભેટ આપવા હેતુ ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭ થી કલા મહાકુંભની શરૂઆત કરેલી. જેના સાર્થક પરિણામો દ્વારા ગુજરાતના તમામ તાલુકાઓના બાળ અને યુવા કલાકારોને દુનિયા સમક્ષ પોતાના સંગીત, નૃત્ય, ચિત્ર અને સાહિત્ય કૌશલ્યને પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. વર્ષ ૨૦૨૫માં કલા મહાકુંભ દ્વારા કુલ ૩૦ સ્પર્ધાઓના આયોજન દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિનો સમાજને પરિચય કરાવ્યો છે. આ તકે રાજ્યમંત્રીએ સૌ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને નડિયાદ ખાતે શ્રી સંતરામ મહારાજની પવિત્ર ભૂમિમાં પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.સ્પર્ધામાં ૧૦ જિલ્લામાંથી આવેલી કલાકારોની ટીમ દ્વારા કુલ ૦૬ સ્ટેજ પર ગરબા, વાયોલિન, વાંસળી, સિતાર, ગિટાર, કુચીપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ, દુહા, છંદ, ચોપાઈ, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં, "કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારકા રે", "કાનુડો કાળજાની કોર" અને અમે મૈયારા રે ગોકુળ ગામના" જેવા લોકગીતો આધારિત કલા પ્રસ્તુતિએ શ્રોતાઓને કૃષ્ણ ભક્તિના રંગે રેલાવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, શ્રી સંતરામ મંદિરના પ.પૂ. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, સંત શ્રી સત્યદાસજી મહારાજ, અગ્રણી દેવાંગ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ વાઘેલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા, સ્પર્ધાના નિર્ણાયકો, વિવિધ જિલ્લામાંથી આવેલા યુવા કલાકારો, તેમના માર્ગદર્શકો અને નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: