વ્રજ મને કોણ લઈ જાય|(ભજન નીચે લખેલું છે)
Автор: Liluben Tukadiya
Загружено: 2024-01-02
Просмотров: 363751
#bhajan #bhakti #satsang #gujrati #kanudo #like #kirtan #gamdu #lokdayro #krushnabhajan||મને વ્રજ નાં સપનાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય|@Lilubentukadiya|ભજન ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો||કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખજો#gujratibhajan#jaydwarkadhish#
મને વ્રજ નાં સપનાં આવે કે વ્રજ મને કોણ લઈ જાય
મને કનૈયા નાં કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય
ગોકુળ માં મારું સાસરું અને સમોવળીયા છે જાજા
એમાં હુંતો સૌથી નાની
કે મારે પુછી પુછીને કામ કરવાં કે વ્રજ મને કોણ લઈ જાય
સાસુ અમારા હઠીલા અને નણદલ છે નઠાર
સસરા અમારા બહુ ચતુર છે
મારાં જેઠાણી ના જોર બહુ જા જા કે વ્રજ મને કોણ લઈ જાય
સંગ હાલયો સહુ જાત્રા કરવા ને મને જાવાનું મન થાય
મને હું તો બહું મુજાણી
ઓલા કાનુડા કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય
નયને નીદરા નો આવતી ને મને દેખાય વ્રજ ની ભુમી
જાવું મારે કાનને મળવા
એવી હૈયે લાગીછે તાલાવેલી કે વ્રજ મને કોણ લઈ જાય
સવારમાં વેલી ઉઠી હૂં નીકળી અને લીધો વ્રજ નો મારગ
સાસૂ નણંદ જાગસે
પછી ગોતે ને ભલે આખુ ગામ રે વ્રજ હું તો આ હાલી
વ્રજ માર્ગે હું હાલી અને મનમાં એકજ આશ
મળવું મારે સુંદીર શ્યામ ને
મારે કરવી મારા દલળા ની વાત રે વ્રજ હું તો આ હાલી
વ્રજ દેખું મેતો દુરથી અને દેહ નું રહ્યું નહિ ભાન
વ્રજ વાસી એમ બોલીયાં
ગોપી ગાંડી થઈ ગય આજ રે વ્રજ હું તો આ હાલી
વ્રજ માં હું તો પોગી ગઈ ત્યાં હાલે કૃષ્ણ નો રાસ
મારે હૈયે હરખ નો પાર નાં રહયો
હું તો શામડીયા ની સાથે રમી રાસ રે વ્રજ હું તો પોગી ગઈ
એક ગોપી એક કાન છે ને અને રશીયો રમાડે રાસ
રાસ નો રંગ એવો જામીયો
કે વાલે તાડી લીધી છે મારે હાથ રે વ્રજ હું તો પોગી ગઈ
શરદ પુનમની રાતડી અને ચંદ્ર ચડ્યો આકાશ
છ મહીના ની કીધી વાલે રાતડી
વાલે સૌને રમાડ્યા રાસ રે વ્રજ હું તો પોગી ગઈ
વાલે ગોપીઓ ના પુરીયા કોડ રે વ્રજ હું તો પોગી ગઈ
સાસુ નણંદ મારા ગોતસે ને જેઠાણી જુવે વાટ
સસરા મારા ચોરે બેઠાં
મારો પરણો પાડે છે મને સાદ રે ઘેર મારે કેમ જાવું
મનમાં હુતો બહુ મુજાણી અને દીલમાં લાગે ડર
સાસુ નણંદ મારા ખીજસે
મારો પરણો દેશે ગાળ રે ઘેર મારે કેમ જાવું
વાલે જાલયો મારો હાથ ને આવયા મારી સાથ
હાથ મારો દીધો સાસુ નાં હાથમાં
પછી ધર્યું વીરાટ સ્વરુપ રે ઘેર હું તો પોગી ગઈ
સાસુ નણંદ પગમાં પડયા અને જેઠાણી જોડે હાથ પરણો મારો પગમાં પડયા મારા સસરા કરે છે પ્રણામ રે ઘેર હું તો પોગી ગઈ
ગોપીજનના સ્વામી શામળા લરી લરી લાગું પાય
વ્રજ માં અમને વાસ દેજો
વાલા રાખો ચરણ ની પાસ રે ઘેર હું તો પોગી ગઈ
જય શ્રી કૃષ્ણ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: