આંગણવાડીની 10 હજાર મહિલાઓ આંદોલના માર્ગે!
Автор: THE ગુજરાત REPORT
Загружено: 2025-03-03
Просмотров: 25546
આંગણવાડીની 10 હજાર મહિલાઓ આંદોલના માર્ગે!
વણઉકેલાયેલાં પ્રશ્નો મુદ્દે હવે રાજ્યના આંગણવાડી બહેનો-આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચડાવવા તૈયારી કરી છે.
રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો-આશા વર્કરો 'પોલ ખોલ' કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરશે. આંદોલનાત્મક કાર્યક્રમ પછી ય પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવા નક્કી કરાયુ છે.
આંગણવાડી બહેનોની રજૂઆત છેકે, છેલ્લાં છ વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. લઘુતમ વેતન રૂ.495 નક્કી કરાયુ છે જયારે આંગણવાડી બહેનોને રૂ.385 ચૂકવાય છે. સરકારને પગાર વધારો આપવામાં ખચકાટ થાય છે જયારે આંગણવાડી બહેનો સાથે નવુંનવું કામ લેવામાં આવે છે પરિણામે કામનો બોજો વધી રહ્યો છે.
#News
#Gujaratinews
#topdailynews
#GujaratNews
#GujaratSamachar
#topdailyupdates
#dailyupdates
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: