EP - 107 / પત્રનવલકથા / Shilpa Desai, Naishadh Purani, Aarti Patel / Navajivan Talks/Navajivan Trust
Автор: Navajivan Trust
Загружено: 2025-12-23
Просмотров: 798
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં શિલ્પા દેસાઈ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પત્રનવલ ‘@પોસ્ટ…લાગણીની અક્ષરયાત્રા…’ વિશે સંવાદ થયો. લેખિકા શિલ્પા દેસાઈએ આ પત્રનવલકથા લખ્યાના પોતાના સુખદ અનુભવોનો વાગોળ્યા. ભાવકો સાથે લેખિકાએ પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાતો કરી.
અહીં આ પત્રનવલકથામાં અંતરા અને સપ્તક નામના બે પાત્રો જે એકબીજા સાથે નખશિખ સુંદર મૈત્રી સંબંધ ધરાવે છે. આ બે અદભૂત મિત્રો એકબીજાને પત્રો લખે છે. દરિયાની આ પાર અને પેલે પાર ધબકતા આ બે પાત્રો. આ પત્રોમાં એમનો આખો સંસાર ગુંથાયેલો છે.
જાણીતાં અભિનેત્રી, લેખક અને નિર્માતા આરતી પટેલ તેમજ જાણીતા લેખક, નાટ્યકાર અને ‘જલસો’ના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણીએ આ પત્રનવલ ‘@પોસ્ટ…લાગણીની અક્ષરયાત્રા…’માંથી કેટલાક પત્રોનું રસપ્રદ વાચિકમ્ કર્યું. આ રસાળ વાચિકમ્ ભાવકોએ મનભરીને માણ્યું.
આ પત્રો થકી ઉઘાડ પામે છે અંતરા-સપ્તકના પોતપોતાના લગ્નજીવન, ઋતુઓ, તહેવારો, ઈતિહાસ, ભૂગોળ,આંતરિક પીડા અને ઉમળકાઓ. આ પત્રોમાં રજૂ થતી કથા વાચિકમ થકી ભાવકોને પણ ખૂબ અંગત લાગી જાણે ન માત્ર અંતરા-સપ્તક પણ આ સૌની પોતપોતાની કથા બની ગઈ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: