Shangar Aarti Darshan Salangpur Date : 27-12-2025
Автор: Salangpur Hanumanji - Official
Загружено: 2025-12-26
Просмотров: 4480
પવિત્ર ધનુર્માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર અને ‘ગામડાની ઝાંખી’ના દર્શન
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 27-12-2025, શનિવારના રોજ ભક્તિમય વાતાવરણમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને અત્યંત સુંદર પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા.
આજની વિશેષતા એ હતી કે મંદિરના ગર્ભગૃહને એક સુંદર ગામડાની ઝાંખી (વિલેજ થીમ) થી સજાવવામાં આવ્યું હતું. જેમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લિપણ-ભાત (વારલી આર્ટ), ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજીના સાન્નિધ્યમાં જાણે જીવંત ગામડું ખડું થયું હોય તેવો ભાસ થતો હતો. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.શણગાર આરતી સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા સંપન્ન થઈ હતી.મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ કરવામાં છે.હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા અને મંદિર દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આજે સાંજે 4:00કલાક દરમિયાન દિવ્ય રાજોપચાર પૂજનનુઆયોજન કરવામાં આવ્યું છે.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/de...
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: