ઘરનો દીવો ક્યાં ગયો છે ? (Ghar no divo kya gayo che ?) - Tushar Shukla | Nishith Mehta
Автор: Musica Productions
Загружено: 2023-07-27
Просмотров: 843
આંગણું ઉંબરને પૂછે,
ઘરનો દીવો ક્યાં ગયો છે ?
આંસુ ઓછાં પડે એવી ઘટના.
શબ્દ જ સ્તબ્ધ નહીં ,
મૃત્યુ પણ સ્તબ્ધ.
આપણાં સહુની પ્રાર્થનાનાં ફૂલ એમને ચરણે. 🙏
Penned & Narrated by : Kavishri Tushar Shukla
Concept : Nishith Mehta
Piano : Kandarp Kavishvar
Recorded, mixed, mastered : Studio Musica
Sound Engineers : Abhishek Tanna & Vijay Darji
Initiative & presented by: Musica Productions
Text:
મૌન સઘળાં શબ્દ છે
જીંદગી બસ, સ્તબ્ધ છે
મેઘલી એ રાતનો અંધાર
હજી ઘેરી રહ્યો છે
આંગણું ઉંબરને પૂછે
ઘરનો દીવો ક્યાં ગયો છે ?
ડૂસકાં ડૂમો બન્યા છે
આંસુ સઘળાં વહી ગયાં છે
એક પળ પહેલાં ધબકતી
જીંદગી ધબકાર ચૂકી
સ્વપ્ન સહુ સરકી ગયાં છે
અહીં હવે બસ સ્મરણ મુકી
મૌન સઘળાં શબ્દ છે
જીંદગી બસ , સ્તબ્ધ છે
મેઘલી એ રાતનો અંધાર
હજી ઘેરી રહ્યો છે
આંગણું ઉંબરને પૂછે
ઘરનો દીવો ક્યાં ગયો છે ?
સ્વસ્થ છે તન ? ખૂશ રહો
મસ્તીમાં છે મન ? ખૂશ રહો
ભરપૂર છે ધન ? વાપરો
લાગે છે, જલસો છે જીવન ? ઉજવો
પણ
ઊતરી જતો સઘળો નશો
જેમાં ઝૂમે છે આજ યૌવન
ભૂલ, માફી કે સજા
લાવી શકે ના પાછું જીવન
એક પળ, ભટક્યા કદમ
બીજી પળ સઘળું ખતમ
કોઇ માટે મોજ છે ને કોઇ માટે મોત છે
મૃત્યુની ભાતે વણેલું જીંદગીનું પોત છે
મૌન સઘળાં શબ્દ છે
જીંદગી બસ , સ્તબ્ધ છે
મેઘલી એ રાતનો અંધાર
હજી ઘેરી રહ્યો છે
આંગણું ઉંબરને પૂછે
ઘરનો દીવો ક્યાં ગયો છે ?
બાપનો હેતાળ હાથ
ખાલીખમ રહી જાશે બાથ
ઊંબરે ઊભી રહીને
રાહ જોતી રહેશે માત
મૌન છે લાચાર ભાઇ
રહી અધૂરી છે લડાઇ
આવશે જ્યાં રક્ષાબંધન
બ્હેનને કોણ દેશે સાંત્વન ?
એ જ ઘર પરિવાર એ , પણ
બદલાઇ જાશે આખું જીવન
ભીંત પર ઘડિયાળ ચાલે
તારીખિયાનાં પાનાં ફાટે
બદલાશે કેલેન્ડર છતાંયે
આ સમય આગળ ના જાયે
વીતતાં દિવસો ભલે ને
દુઃખ તણું ઓસડ કહાયે
જે પડ્યું અંતરને અંતર
એ હવે ઓછું ન થાયે
મૌન સઘળાં શબ્દ છે
જીંદગી બસ , સ્તબ્ધ છે
મેઘલી એ રાતનો અંધાર
હજી ઘેરી રહ્યો છે
આંગણું ઉંબરને પૂછે
ઘરનો દીવો ક્યાં ગયો છે ?
વાંક કોનો ? કેમ આવું ?
પૂછશે તસ્વીર પળ પળ
એ જવાબો શોધવામાં
જાય છે મન સાવ નિષ્ફળ
આંસુ વિના છે આંખ સુકી
સ્મરણબોજે કમર ઝૂકી
જીવનઇચ્છા તો વહી ગઇ
જિંદગી કેવળ રહી ગઇ
જીવવું જેને હતું એ જીંદગી પૂરી થઇ
જીવી રહ્યાં છે એમની પણ જીંદગી અટકી ગઇ
મૌન સઘળાં શબ્દ છે
મૃત્યુ પણ અહીં સ્તબ્ધ છે
મેઘલી એ રાતનો અંધાર
હજી ઘેરી રહ્યો છે
આંગણું ઉંબરને પૂછે
ઘરનો દીવો ક્યાં ગયો છે ? 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: