🌷ભજન લખેલું છે 🌷સવાર ના પોરમાં હું તો સેવા કરવા બેઠી (ધરતી ભજન મંડળ) વડોદરા
Автор: Jayshree Raj
Загружено: 2025-11-23
Просмотров: 347
🌹ભજન 🌹
સવારના પહોરમાં હું તો સેવા કરવા બેઠી
ઘંટડી વાગી ત્યાં તો બાલુડા જાગ્યા રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
બાલુડા સુવડાવી મેતો લાલાને જગાડ્યા નવડાવીને મેં તો શણગાર સજાવ્યા
શણગાર કર્યા ત્યાં તો ફોન મારો રણ કયો રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
ફોન ઉપર હું તો વાતે વળગી
ઘડિયાળમાં જોયું ત્યાં તો દસ વાગી ગયા રે સવારના પોરમાં હું તો સેવા કરવા દેખી
માળા લઈને હું તો માળા કરવા બેઠી
બે માળા કરી ત્યાં તો પાડોશણ આવી રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
જેમ તેમ કરી ને તો પાડોસણને કાઢી
પાડોસણ ગઈ ત્યાં તો બાર વાગી ગયા રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
રસોડામાં જય મેતો દાળ ચોખા કાઢ્યા
દાળ ચોખા કાઢ્યા ત્યાં તો બારણે બેલ વાગ્યો રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
બારણું ઉઘાડું ત્યાં તો ભાઈ ભાભી આવ્યા ભાઈ કહે બેન લગ્નમાં જવાનું
દાળ ચોખા મૂકી હું તો બ્યુટી પાર્લર પહોંચી સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠો
તૈયાર થઈને અમે લગ્નમાં ગયા
ફાર્મી ગયા ત્યાં તો લગ્ન પુરા થયા રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
શું કરું વાલા આ તો સંસારી જીવડો
ગાંડી ઘેલી ભક્તિમારી સ્વીકારી લેજો રે સવારના પોરમાં હું તો સેવા કરવા બેઠી
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: