આંગણવાડી ભરતી પ્રક્રિયા માં અંતિમ તબક્કા વિશે માહિતી | નિમણૂક પત્ર/હાજર રિપોર્ટ| MEDICAL CERTIFICATE
Автор: NH theba
Загружено: 2025-10-28
Просмотров: 10426
હાજર રિપોર્ટ નમૂનો
નામ
હોદ્દો
આંગણવાડી કેન્દ્રનું નામ
ગામનું નામ
તારીખ
પ્રતિ,માન.બાળ વિકાસ યોજના અધિકારી
આઈ.સી.ડી.એસ.શાખા
તાલુકા નામ
જિલ્લાનું નામ
વિષય :- આંગણવાડી કાર્યકર/તેડાગર તરીકે હાજર થવા બાબત.
સવિનય ઉપરોક્ત વિષય તેમજ અન્વયે જણાવવાનું કે, અત્રેના ઘટક માં આંગણવાડી કાર્યકર/તેડાગર ની ખાલી જગ્યા માટેની તા. ની અખબારી પત્રની જાહેરાત મુજબ ભરતી પ્રક્રિયામાં અમોએ આંગણવાડી કેન્દ્ર. સેજા. ઘટક. માં કાર્યકર/તેડાગર તરીકે ઓનલાઇન અરજી કરેલ જેમાં અમોની આંગણવાડી કાર્યકર/તેડાગર પસંદગી થતા તારીખ. ના રોજ નિમણુક પત્રક મળેલ છે. આથી અમો નામ.
તારીખ. વાર ના રોજ આંગણવાડી કેન્દ્ર. કાર્યકર/તેડાગર તરીકે હાજર રિપોર્ટ રજુ કરીએ છીએ. જે આપ સાહેબશ્રી ધ્યાને લઇ અમોને હાજર કરી માર્ગદર્શન આપશોજી.
લી.નામ
હોદ્દો
આંગણવાડી કેન્દ્રનું નામ
નમસ્કાર મિત્રો! આપ સૌનું આજના ખૂબ જ મહત્વપૂર્ણ વીડિયોમાં સ્વાગત છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવનાર તમામ બહેનોને મારા અને મારી ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન! આ સફર ઘણી લાંબી રહી છે, અને હવે તમે અંતિમ તબક્કામાં છો.
આજે આપણે જે મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ, તે તમારી નવી નોકરી શરૂ કરવા માટેનો સૌથી મહત્વનો દસ્તાવેજ એટલે કે "નિમણૂક પત્ર" (જોબ ઓર્ડર) કેવી રીતે મેળવવો તેના પર કેન્દ્રિત છે.
આજના વીડિયોના મુખ્ય મુદ્દાઓ:
ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) પછીની હાલની સ્થિતિ.
નિમણૂક પત્ર કોણ આપશે? (CDPO/CPPOની ભૂમિકા).
તમારો ઓર્ડર ક્યાં અને ક્યારે મળશે?
નોકરી ઓર્ડરમાં કઈ કઈ વિગતો ચકાસવી? (તમારા જોબ ઓર્ડરના કાગળ સાથે વિગતવાર સમજૂતી).
ઓર્ડર લીધા પછી તરત શું કરવાનું છે? (હાજર થવાની પ્રક્રિયા અને તાલીમ).
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: