કૈલાશમાં કેમ રે જવાય ચડવા | Kailash Ma Kem Re Javay Chadva | Gujarati Bhajan
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2025-07-30
Просмотров: 6835
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
💐🌹ભોળાનાથનું ભજન🌹💐
કૈલાશમાં કેમ રે જવાય ચડવા સીડી રે જોઈશે
ભોળા તને કેમ રે મળાય ચડવા સીડી રે જોઈશે
ધર્મ રૂપી રે રૂડો સ્તંભ રોપાવજો
ભક્તિના પગથીયે ચડાય ચડવા સીડી રે જોઈશે
પહેલું પગથિયું સંસારની જાળનું
એમાંથી છૂટતા શિખાય ચડવા સીડી રે જોઈશે
બીજું પગથિયું માયાની જાળનું
માયાને અળગી મેલાય ચડવા સીડી રે જોઈશે
ત્રીજું પગથિયું કામ અને ક્રોધનું
ક્રોધ તો કોઈ દી નો કરાય ચડવા સીડી રે જોઈશે
ક્રોધથી પુણ્ય નાશ થાય ચડવા સીડી રે જોઈશે
ચોથું પગથિયું ઈર્ષા અદેખાઈનું
નિંદા તો કોઈની ના કરાય ચડવા સીડી રે જોઈશે
પાંચમું પગથિયું એ ખોટી પંચાયતનું
કથા કીર્તનમાં જવાય ચડવા સીડી રે જોઈશે
છઠ્ઠા પગથિયે શિવને સમરતા
આનંદ અંતરમાં ઉભરાય ચડવા સીડી રે જોઈશે
સાતમાં પગથીયે ખોટી શરમ છોડીને
ભક્તિમાં આગળ વધાય ચડવા સીડી રે જોઈશે
આઠમાં પગથીયે પછી આવો મેદાનમાં
મરજીવા થઈને ખેલાય ચડવા સીડી રે જોઈશે
નવમાં પગથીયે સાધુ સંતો ને નમતા
મૂકી દયો ને ખોટા અભિમાન ચડવા સીડી રે જોઈશે
આટલું છૂટે તો શિવ સામે રે આવશે
દર્શન દેવાને કાજ ચડવા સીડી રે જોઈશે
દસમા પગથીયે પ્રભુ દયા કરીને
દર્શન દેજો ને એકવાર ચડવા સીડી રે જોઈશે
💐🌹 સાખી 🌹💐
હે.......... ભોળા શંભુ આપનો મહિમા અપરંપાર રે
બીલીપત્ર ને જળ થકી રિઝર્વ આપ અપાર રે ભોળા.....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: