Jhaverchand Meghani : Patriotic-songs (શૌર્ય તેમજ દેશપ્રેમનાં ગીતો (audio)
Автор: Pinaki Meghani
Загружено: 2021-01-27
Просмотров: 8913
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત :
---
`ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે’ (audio)
[ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ચૂંટેલા 12 શૌર્ય તેમજ દેશપ્રેમનાં ગીતો ]
---
01. વિરાટ-દર્શન (1932)
02. ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો (1934)
03. શિવાજીનું હાલરડું (1928)
04. ભેટ્યે ઝૂલે છે તલવાર (1928)
05. ચારણ-કન્યા (1928)
06. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ (1930)
07. વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન (1931)
08. સૂના સમદરની પાળે (1930)
09. છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ ! (1931)
10. સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે (1933)
11. કોઈનો લાડકવાયો (1930)
12. કસુંબીનો રંગ (1934)
---
કંઠ : અભેસિંહ રાઠોડ
સંગીત : પંકજ ભટ્ટ
પરિકલ્પના : પિનાકી મેઘાણી, સ્વ. કુસુમબેન મેઘાણી
નિર્માણ : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
---
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. તેમણે રચેલાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સામેલ થઈ ગયા હતા. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાંતા ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતા બ્રિટીશ સરકાર ગભરાઈ ગઈ હતી. તેઓને કારાવાસની સજા પણ થયેલી. પોતાના બુલંદ અને ભાવવાહી કંઠે ગીતો લલકારીને તેઓ સહુને ડોલાવી દેતા.
---
© 2015, Owner, Producer and Licensor : Pinaki Meghani • Jhaverchand Meghani Smruti Sansthan. All Rights Reserved.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: