શિક્ષણમાં નવી હવા - એશા ભણસાળી | Ramesh Tanna | Navi Savar
Автор: Navi Savar
Загружено: 2025-12-02
Просмотров: 215
એક યુવતિ, નામે એશા ભણશાલી, ઓસ્ટ્રેલિયામાંથી શિક્ષણમાં પીએચ.ડી. કરીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એવું કામ કરી રહી છે કે કલ્પનામાં પણ ના આવે..
જો હું તમને એમ કહું કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા યુવાનો વૈશ્વિક કક્ષાનું, સાવ સાચુકલું, સજ્જતા અને સંવેદનાસભર શિક્ષણકાર્ય કરી રહ્યા છે તો કદાચ તમને થોડી નવાઈ લાગે. જે રીતે ગુજરાતમાં શિક્ષણનું ક્ષેત્ર ડહોળાયેલું છે અને પ્રાથમિક શિક્ષણ અનેક પ્રશ્નોથી પીડિત છે ત્યારે આ વાત નવી લાગે તેમ નવાઈ પણ પમાડે.
બે વાત ખાસ કહું.
1. ગુજરાતમાં અનેક પ્રાથમિક શિક્ષકો એવા છે જે ખરેખર ઉત્તમ કામ કરી રહ્યા છે.
2. ગુજરાતમાં 100થી વધુ એવા યુવાનો છે જે વિદેશની ઝળહળતી કારકિર્દીની શક્યતા કે વાસ્તવિકતાને ઠેબે ચડાવીને ઉત્તમ કામ કરી રહ્યા છે.
આ બધુ વેરવિખેર એટલે કે છૂટક-છૂટક થઈ રહ્યું છે તેથી તેની મોટી અસર દેખાતી નથી.
જો આ બધું સંગઠિત અને સુગ્રથિત થાય તો ચમત્કાર થાય તેવાં પરિણામો આવે. (આપણે એવું કરવા જઈ રહ્યા છીએ.)
હવે તમને એશા ભણશાલીનો પરિચય કરાવું.
આજે મેં નવી સવાર માટે તેની ટૂંકી મુલાકાત પણ શૂટ કરી છે. ઝડપથી તેનો વીડિયો મૂકીશું.
આ દીકરી મૂળ અમદાવાદની છે.
સાતમા ધોરણ સુધી સી.એન.વિદ્યાવિહારમાં ભણી. વિજ્ઞાનપ્રવાહમાં, ફિઝિક્સ વિષયમાં ભણી. સિડનીમાંથી ફિઝિક્સના શિક્ષણમાં તેણે પીએચ.ડી. કર્યું.
2021થી તે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવું અને સુંદર કામ કરી રહી છે.
સંશોધન સાથેનાં, બાળકોનાં મગજ અને હૃદયને કેળવે તેવાં પુસ્તકો તેણે તૈયાર કર્યાં છે. એની પાછળની ભૂમિકા તમે સાંભળો તો સાંભળતા જ રહી જાવ.
તે શિક્ષકોને તાલીમ પણ આપે છે.
આપણા શિક્ષણની જે કેટલીક મર્યાદા છે તેને અતિક્રમીને તે કામ કરી રહી છે.
બહારનું એટલું સારું એવી પણ કોઈ ગેરસમજ તેનામાં નથી.
જ્યાં-ત્યાંનું જે સારું છે તે સારું છે.
મૂળ વાત એ છે કે ઉત્તમ શું છે અને આપણે આપણા ત્યાં તેનો વિનિયોગ કેવી રીતે કરી શકીએ ?
નાની વયે તેના વિચારો ઉમદા, નવા અને પરિપક્વ છે.
આવા યુવાનોનો ગુજરાતે મહત્તમ લાભ લેવો જોઈએ તેવું કેળવણીના અને સમાજના માણસ તરીકે મને લાગે છે.
તેમનો સંપર્ક નંબર 9313551229 છે. શાળાના સંચાલકો અને આચાર્યોએ તેમનો સંપર્ક કરવા જેવો છે.
પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: / ramesh.tanna.5
Instagram: https://www.instagram.com/navisavar?i...
#PositiveStorieswithRameshTanna #dadabhagvansatsang #RameshTanna
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: