બે ફટાણા ની મોજ ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Song
Автор: Gau Seva Official
Загружено: 2025-01-09
Просмотров: 74841
ગીત:-
ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી
એને રાંધતા આવડે નહીં વિભા વહુ ફેશન વાળી
એ તો શેરા માં નાખે દહીં વિભા વહુ ફેશન વાળી
એણે કચોરી કરી એમાં રેતી ભરી પછી તેલમાં તળી એને અક્કલ ગઈ છે બળી વિભા વહુ ફેશનવાળા
ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી
એને રાંધતા આવડે નહીં મીરા વહુ ફેશન વાળી
એ તો શેરામાં નાખે દહીં મીરા વહુ ફેશન વાળી
એણે સમોસા કર્યા એમાં મમરા ભર્યા પછી છાશમાં બોળીયા પછી તેલમાં તળિયા એની અક્કલ ગઈ છે બળી મીરા વહુ ફેશન વાળી
એને રાંધતા આવડે નહીં આસ્થા વહુ ફેશન વાળી
એણે પકોડી કરી એમાં કળી ભરી પછી દૂધમાં બોળી પછી પાણીમાં તળી એની અક્કલ ગઈ છે બળી આસ્થા વહુ ફેશન વાળી
ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી
હોવે હોવે ચુંદડીએ રંગ લાગ્યો જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો
મને વિભા વહુ નો ડર લાગ્યો એ તો રોહિતભાઈના વડાપ્રધાન ચુંદડીએ રંગ લાગ્યો
હોવે હોવે ચુંદડીએ રંગ લાગ્યો જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો
મને શોભના વહુનો ડર લાગ્યો એ તો હર્ષદભાઈના મેનેજર ચુંદડીએ રંગ લાગ્યો
જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો
મને કોમલ વહુનો ડર લાગે એ તો વિપુલભાઈ ના પી.એસ.આઇ ચુંદડીએ રંગ લાગ્યો
જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો
મને રીંકલ વહુનો ડર લાગે એ તો સંદીપભાઈ ના રાષ્ટ્રપતિ ચુંદડીએ રંગ લાગ્યો
જીરે જીરે ચૂંદડીએ રંગ લાગ્યો
#gausevaofficial #merriage #fatana #newfatana #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #marriage
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: