ભગતના હોય કોઈના ઓશિયાળા રામ તણા જેને રખવાળા - ઉષ્માબેન( કીર્તન લખેલું નીચે છે)
Автор: Nimavat Vasantben
Загружено: 2025-12-21
Просмотров: 1645
ભગત ના હોય કોઈના ઓશિયાળા રામ તણા જેને રખવાળા...
નરસિંહ મહેતાને જ્યારે જેલમાં રે પુરીયા
એના જેલના તાળા તૂટ્યા રે રામ તણા જેને રખવાળા...
કુંવરબાઈ ના મામેરા આવ્યા
એના સાસુ લખાવે કંકોત્રી રામ તણા જેને રખવાળા...
સાસુ ને સાડલો ને નણંદ ને પટોળા
એના જેઠાણી ને શોભતા રે સેલા રામ તણા જેને રખવાળા...
કુંવરબાઈ ના નણદી બહુ છે બોલકા
ભાભી લખો ને સોનાના બે પાણા રામ તણા જેને રખવાળા...
લખી કંકોત્રી જુનાગઢ મોકલી
તમે દેજો નરસૈયાને હાથે રે રામ તણા જેને રખવાળા...
નરસિંહ મહેતા તો વિઠ્ઠલ ને વિનવે
તમે વેલેરી કરજો વારુ રે રામ તણા જેને રખવાળા...
ખોખલું ગાડું ને ગઢુલા બળદિયા
ગોપીચંદન ની ગાંસડી ને તુલસીની માળા
કરતાલુ લઈને ગાડામાં બેઠા
ભગત ના હોય કોઈના ઓશિયાળા રામ તણા જેને રખવાળા...
ચાર-પાંચ સંતોને સાથે તેડી લાવ્યા
ભગત આવ્યા વેવાઈ ના ઘરે રામ તણા જેને રખવાળા...
ભાંગેલું ખંડેર ને માથે નથી નળિયા
જાજા ચાચડીયા ને જાજા માકડિયા
એને ત્યાં દીધા છે ઉતારા રામ તણા જેને રખવાળા...
કુંવરબાઈ બાપા ને મળવા રે આવ્યા
બાપુ તમે શું શણગાર લાવ્યા રે રામ તણા જેને રખવાળા...
ખોખલું ગાડું ને ગઢુલા બળદિયા
ગોપીચંદન ની ગાંસડી ને તુલસી ની માળા
અમે કરતાલ લઈને આવ્યા રે રામ તણા જેને રખવાળા...
હૈયે તે હરમત રાખો કુંવરબાઈ
તમારા રામ કરશે રખવાળા જેને રામ તણા છે રખવાળા...
વાણીયા ને વેશે વિઠ્ઠલ પધાર્યા
શેઠાણીના રૂપમાં લક્ષ્મીજી પધાર્યા
કુંવરબાઈ ને શોભતો શણગાર લાવ્યા રામ તણા જેને રખવાળા...
સાસુ ને સાડલો નણંદ ને પટોળા
એના જેઠાણી ને શોભે એવા સેલા રે રામ તણા જેને રખવાળા...
લક્ષ્મીજી જઈને કુંવરબાઈ ને મળ્યા
એને સોળે શણગાર સજાવ્યા રે રામ તણા જેને રખવાળા...
કુંવરબાઈ ના નણદી લાડકડા
એને આપો સોનાના બે પાણા રામ તણા જેને રખવાળા...
નાગરની નાત બધી જોવા રે આવી
નાગરની નાત ને પહેરામણી આપી
ભગત કરતાલુ લઈ નાચ્યા રામ તણા જેને રખવાળા...
રંગે ચંગે વાલાએ મામેરા ભરીયા
નરસિંહ મહેતાના કામ જ કરીયા
કુંવરબાઈ ના મામેરા ભરીયા
લાજ રાખી વૈકુંઠવાળા રામ તણા જેને રખવાળા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: