મરશિયા | રાજિયા | ૦૫ | લોકગીત | લોકસાહિત્ય | ગુજરાતી લોકસાહિત્ય
Автор: Rajendrasir
Загружено: 2023-08-19
Просмотров: 23030
મારા પિતાજી એમનું જીવન એવું 'સાચુકલું' જીવ્યા કે એમના આજે 'મરશિયાં' ગવાયા.(વિડીઓ: ૦૫)
આ મરશિયું શેરીમાંથી આંગણા સુધી આવે ત્યારે ગવાય છે. દૂરથી દેખાતો રંગમહેલ એટલે કે જ્યાં રહેતા તે ઘરને યાદ કરી ગવાય છે.)
હાયે રે બાપુ... હાયે.. હાયે...
વહુઆરુના હેઠે રંગમહેલ રે....
હાયે રે બાપુ હાયે... હાયે...
વાહ રે વિધાતા તારા લેખ રે...
હાયે બાપુ હાયે...હાયે...
પરણેતરનો છૂટ્યો સાથ રે..
હાયે બાપુ હાયે હાયે....
દીકરીઓના છૂટ્યા બાપુ હાથ રે...
હાયે રે બાપુ હાયે હાયે....
( ભાવાર્થ: મારા પિતાજીના સ્વર્ગવાસને ચાર દિવસે દીકરીઓ કાંણ-વિધિ માટે આવ્યા ત્યારે આ મરશિયું ગવાયું. જેમાં વિધાતાના લેખ કેવા અકાળે છિનવીને લઈ જાય છે એનું ભાવસભર ચિત્રણ છે. પરણેતરનો સાથ છૂટે છે.. દીકરીઓનો સાથ છૂટે છે.... છેવટે બધા સંબંધો છૂટે છે....પોતાની પત્ની- જીવનસાથીને રંગમહેલમાં એકલા છોડીને નીકળી ગયેલા પ્રિયતમ પછી જે ઘરમાં શૂન્યાવકાશ છવાઈ જાય છે તેનું દર્દભર્યું ચિત્રણ આ મરશિયામાં છે. ...)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: