કાના ની મોરલી ખોવાઈ ગઈ,માવાની મોરલી ખોવાઈ ગઈ ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા ll
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2023-06-16
Просмотров: 81108
વહેલી સવારે મહી વેચવાને ગઈ,
ઝાડ નીચે શ્યામ ઉભા છાના છુપાઈ રહી,
વહેલી સવારે મહી વેચવાને ગઈ,
દોડી વાલે ડોટ મુકી આડા ઊભા રહી,
દોડી વાલે ડોટ મુકી આડા ઊભા રહી,
કાકર મારી મટકી ફોડી ઢોરી નાખ્યા મહીં,
વહેલી સવારે મહી વેચવાને ગઈ,
મીઠા મીઠા ગોરસ ખાધા મોરલી ભુલાઈ ગઈ,
ઝાડ નીચે જઈને જુવે મોરલી મોરલી મળે નહીં,
કાના ની મોરલી ખોવાઈ ગઈ, માવાની મોરલી ખોવાઈ ગઈ,
છાના માના રસિયા ઉભા રાધા પાસે જઈ,
રાધા મારી મોરલી ને કોણ ચોરી ગઈ,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
એક આવી બીજી આવી ત્રણ ચાર ભેગી થઈ,
એક જ હારે બોલવા લાગી અમને જ ખબર નહીં,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
સવા લાખના ગોરસ ખાધા ઢોળી નાખ્યા મહી,
ઉપર જાતા આળ આફત ખોટી નાખો નહીં,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ ,
સાંજ પડી ને માતાજી ને ખબર પડી ગઈ,
મારા માવા ની મોરલી ને કોણ ચોરી ગઈ,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
મોરલી વિના મારો કાન વનમાં જાય નહીં,
મોરલી વિના મારો કાન ખાઈ પીવે નહીં,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
સાંજ પડે ઊંઘ ના આવે નીંદર ઉડી જાય,
મારો કાનો ઓશિયાળો મુજ થી ન જોવાય,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
જોશીડા તેડાવો જોસ જોવડાવી જોઉ,
ઉભા થતા માતાજીનો છેડો ચાલ્યો જઈ,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
કાન કહે માતાજી ને કેવું નથી કાંઈ,
મોરલી ને બદલે હું તો ચુંદડી ચોરી લેશ,
કાના ની મોરલી ખોવાઈ ગઈ,
માવાની મોરલી ખોવાઈ ગઈ,
છાનામાના રાધા ઊભા રસિયા પાસે જય,
મોરલી બતાવી ત્યાં તો નાચ્યા તાતા ત્યાં થઈ,
કાના ની મોરલી મળી ગઈ,
માવા ની મોરલી મળી ગઈ,
શ્રીકૃષ્ણની મોરલી ને જાણે નહીં કોઈ,
એક જાણે વ્રજની ગોપી હું જાણી ગઈ,
કાના ની મોરલી મળી ગઈ,
માવાની મોરલી મળી ગઈ,
વહેલી સવારે મહી વેચવાની ગઈ....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: