બીજ નું સ્પેશલ ભજન || Bijnu Special bhajan
Автор: Bhakti Ahir
Загружено: 2023-11-14
Просмотров: 97304
બીજ નું સ્પેશલ ભજન || Bijnu Special bhajan #bhaktiahir #bhajan
ગાયિકા :- ભક્તિ આહીર
__________________________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...
ભજન :-
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
આંખલડી તલસે રે પ્રભુજીના દર્શન વિના.
મારા કેસર ચંદન રે વાલા તારી વાટો જોવે
વાલા વેલેરા આવજો રે ચંદન મારા સુકાઈ જાશે.
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
મારી ફૂલડા ની માળા રે વાલા તારી વાટો જોવે
વાલા વેલેરા આવજો રે માળા મારી કરમાઈ જશે.
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
મારો દિલડાનો દીપક રે વાલા તારી વાટુ જોવે
વાલા વેલેરા આવજો રે દીપક મારો બુજાઈ જાશે.
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
મારો પ્રેમ ભર્યો પ્રસાદ રે વાલા તારી વાટુ જોવે
વાલા વેલેરા આવજો રે પ્રસાદ મારો ઠરી જાશે.
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
વાલા ભક્ત મંડળ રે વાલા તારી વાટુ જોવે
વાલા વેલેરા આવજો રે દર્શન દેવા કાજે.
મંદિરીયા સુના રે રામાપીર તમ વિના
આંખલડી તલસે રે પ્રભુજીના દર્શન વિના.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: